આદિત્ય નારાયણે શ્વેતા સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરતા થયો વાયરલ

બોલિવૂડ સિંગર અને ટીવી રિયાલીટી શો ઈન્ડિયન આઈડલના હોસ્ટ આદિત્ય નારાયણે ગયા વર્ષે ૨૦૨૦માં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનમાં હતા. પરંતુ આદિત્યએ લગ્નના થોડા દિવસો પહેલા જ આ વાત વિશે ખુલાસો કર્યો હતો. ત્યારે હવે આદિત્યએ એક ફોટો શેર કર્યો છે જે ભારે વાયરલ થઈ રહૃાો છે. આ ફોટો જોઈને ફેન્સ કહી રહૃાા છે કે આદિત્યએ કિસ ડે સરસ રીતે સેલિબ્રેટ કર્યો લાગે છે.

આદિત્ય નારાયણે પોતાની પત્ની શ્વેતા અગ્રવાલ સાથે આ રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ ફોટો આમ તો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે પણ હાલમાં તે અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. જેમાં જોઈ શકાય છે કે બન્ને એકબીજાને લિપ કિસ કરતા જોવા મળી રહૃાા છે.

પણ આ બધાની વચ્ચે આદિત્યએ જે કેપ્શન લખ્યું એ ખુબ જ વાયરલ થઈ રહૃાું છે. આ સાથે જ મજેદાર કેપ્શન પણ આપવામાં આવ્યું છે કે હેપ્પી કિસ ડે. જિંદગી ખુબ ટૂંકી છે, માટે પ્રેમ કરવા માટે કોઈને શોધો અને પછી દરરોજ કિસ કરો અને કિસ લો. આદિત્ય નારાયણના આ ફોટો પર ફેન્સની સાથે સાથે ટીવી જગતના સિતારા પણ કોમેન્ટ કરી રહૃાા છે. ભારતી સિંહે પણ આ તસવીરમાં કોમેન્ટ કરી છે. તેણે લખ્યું કે કોણ છે આ છોકરી.