અમરેલી જિલ્લામાં આજથી વર્ગખંડોમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ

  • કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉનના લાંબા સમય બાદ આખરે
  • અમરેલી શહેર અને જિલ્લાભરની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ આજથી ધમધમતી થશે : જિલ્લાની 659 શાળાઓના 46298 વિધાર્થીઓ વર્ગ ખંડમાં શિક્ષણ લેશે :શાળાની કોઇ જવાબદારી નહિં

અમરેલી,અમરેલી જિલ્લામાં માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓની શરુઆત થયા બાદ હવે આજે તા.18મીથી પ્રાથમિક શાળાઓમાં ઊચ્ચત્તર પ્રાથમિક શિક્ષણનો આરંભ થઈ રહૃાો છે. જોકે ધો. 1થીપના નાના બાળકો હજુ પણ શાળાએ જશે નહીં.
અમરેલી જિલ્લામાં કોરોનાના કારણે રરમી માર્ચથી સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરાયા બાદ શાળાઓ બંધ હતી અને ત્યારથી ખૂલી નથી. બાદમાં ઓનલાઈન શિક્ષણની શરુઆત કરાવમાં આવી હતી અને વર્ગો શરુ થયા હતા. કોરોના હળવો થતા માધ્યમિક, ઊચ્ચત્તર માધ્યમિક અને કાલેજોમાં શિક્ષણકાર્ય શરુ થયા બાદ હવે તા.18ને ગુરુવારથી સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પણ ફીજીકલ શિક્ષણ કાર્યની શરુઆત થઈ રહી છે. અમરેલી જિલ્લામાં સરકાર, અર્ધ સરકારી અને ખાનગી મળીને કુલ 6પ9 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ધો. 6, 7 અને 8ના વર્ગો શરુ થશે. અમરેલી જિલ્લામાં આ ત્રણે ધોરણમાં કુલ 46ર98 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીને શાળાએ મોકલતા પહેલા વાલીએ લેખિતમાં બાંહેધરીપત્ર આપવું પડશે અને કોરોના થાય તો પણ શાળા કે શિક્ષકોની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
ખાસ કરીને ધો. પથી8ના વિદ્યાર્થીઓ નાના બાળકો હોવાથી તેમને કોરોનાના ચેપથી બચાવવાનું જોખમ વધી જાય છે. જો કે સદ્દભાગ્યે અગાઉ શરુ થયેલા શાળાઓના અન્ય વર્ગોમાં હજુ સુધી બાળકોને કોરોનાનો ચેપ લાગ્યાની ઘટનાઓ બની નથી પણ આવી શક્યતા નકારી શકાતી નથી.