અમરેલીના લાઠી રોડ-જેસીંગપરામાં પોલીસને હાથતાળી આપતા તસ્કરો

અમરેલી,
અમરેલી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી લાઠી રોડ ઉપર અવાર-નવાર રાત્રીના તસ્કરોના આટા-ફેરા હોવાના સમાચારો અખબારોમાં પ્રસીધ્ધ થયેલ છે. લાઠી રોડ ઉપર આવેલા ધરમનગર વિસ્તારમાં અગાઉ ચડી બનીેયન ધારી ટોળકી જેવા તસ્કરો ત્રાટક્યા હતા. અને ત્યારબાદ ટેલીફોન ક્વાટર પાસે આવેલા અક્ષરવાડી વિસ્તારમાં તસ્કરોના અવાર-નવાર આટા-ફેરા જોવા મળતા આ વિસ્તારના રહિશો દ્વારા સીટી પોલીસને જાણ કરી હતી. અને પોલીસ વાહનો સાથે આવી પણ હતી. પરંતુ ખેતરો અને બાવળની કાટો તેમજ મોટા વંડા હોવાથી તસ્કરોને છુપાવવા માટે આશરો મળી જતા પોલીસના હાથમાં આવતા નથી. તાજેતરમાં લાઠી રોડ બાયપાસ હુન્ડાઇ ફોરવ્હિલના શો-રૂમમાં તસ્કરોએ ત્રાટકીને તીજોરી ઉઠાવી ખેતરમાં લઇ જઇ તીજોરી તોડી રૂા.5 લાખ 70 હજાર ની માલમતાની ચોરી થયાની શો-રૂમના માલીક દ્વારા અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થયેલ. જે ચોરીના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. ત્યાજ ફરિ પાછા અમરેલીના જેસીંગપરા વિસ્તાર તેમજ લાઠી રોડ ઉપર આવેલા ધરમનગર વિસ્તારમાં ફરિ રાત્રી દરમ્યાન તસ્કરોના આટા ફેરા જોવા મળતા પોલીસે વાહનો લઇ પીછો કરેલ. પરંતુ અંધારામાં તસ્કરો પલાયન થઇ ગયા હતા. આમ તસ્કરો પોલીસને પણ હાથતાળી આપી ગયા છે. જો પોલીસ દ્વારા અગાઉથી જ રાત્રી દરમ્યાન સાદા ડ્રેસમાં સિમ વિસ્તારોમાં છુપાઇને વોચ રાખી હોતતો તસ્કરો પોલીસના હાથમાં આવી ગયા હોત. હાલમાં સીમ વિસ્તારમાં તસ્કરો આવતા હોવાથી રાત્રી દરમ્યાન ઘોડેશ્ર્વાર પોલીસનું પેટ્રોલીંગ કરાવવું જરૂરી બન્યું છે.