જાવેદ અખ્તર માનહાનિ કેસ: કંગના વિરુદ્ધ મુંબઇ કોર્ટે જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું

  • ૨૨ માર્ચ સુધી પોલીસ સામે હાજર થવાનું ફરમાન 

 

કંગના રનૌત ફરી એક વાર કાયદાકીય જાળમાં ફસાતી જોવા મળી રહી છે. ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં મુંબઈની અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવાર, પહેલી માર્ચે કંગના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી, આથી જ કોર્ટે કંગના વિરુદ્ધ વોરંટ ઈશ્યૂ કર્યું છે.
કોર્ટે હવે કંગનાને પોલીસ સમક્ષ હાજર થવા માટે ૨૨ માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કંગના પોલીસ સ્ટેશન જાય છે તો વોરંટ આપોઆપ કેન્સલ થઈ જશે. આ કેસની આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે. આ દરમિયાન કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહૃાું હતું કે તેઓ વોરંટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.
જાવેદ અખ્તરે નવેમ્બર, ૨૦૨૦માં કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમના વકીલ જય કુમાર ભારદ્વાજે કહૃાું હતું કે ગયા મહિને મુંબઈ પોલીસ તરફથી કંગનાનું નિવેદન લેવા માટે સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ તે હાજર થઈ નહોતી. તેના તરફથી કોઈ જવાબ પણ આવ્યો નહોતો.