ના હોય..અનિલ કપૂર ફિલ્મના સેટ પર રાહુલ બોસને મારી નાંખવા માંગતો હતો..!!

ફિલ્મની કહાની સિવાય ફિલ્મ શુટિંગ વખતેના કિસ્સા પણ ઘણી વખત વાયરલ થતાં રહે છે. એવી જ એક કહાની છે ફલ્મ દિલ ધડકને દો વખતેની. અનિલ કપૂરે એક જોરદાર વાત શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે. અનિલ કપૂરે કહૃાું કે એક સીનમાં તે એટલો ડૂબી ગયો હતો કે રાહુલ બોસને લગભગ જીવથી મારી નાંખવાનો હતો. તેણે જે કર્યું એ શુટિંગનો ભાગ નહોતો. શુટિંગ પર હાજર મિત્રો પણ કહેવા લાગ્યા હતા કે અનિલ તું આ શું કરી રહૃાો છે.

અનિલ કપૂરે પોતાના ટ્વીટર પર વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ દિલ ધડકને દોની શુટિંગનો એક ખાસ વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો સાથે જ અનિલ કપૂરે ખુલાસો કર્યો કે, તેને એ હદ ગુસ્સો આવ્યો હતો કે તે રાહુલ બોસને જીવથી મારી નાખવાનો હતો. અનિલ કપૂરે કહૃાું કે તેની દીકરીનો જમાઈનો રોલ રાહુલ કરી રહૃાો હતો અને રાહુલની હરકતો પર તેને ભારે ગુસ્સો આવતો હતો.

અનિલ કપૂરે આગળ વાત કરી કે એ સીનમાં રાહુલ બોસ પોતાની પત્ની પ્રિયંકા ચોપડા પર સૌની સામે ગુસ્સે થાય છે અને તેનો હાથ ખેંચવાની કોશિશ કરે છે. આ જોઈને પ્રિયંકાના પિતાનો રોલ કરનાર અનિલ કપૂરને ગુસ્સો આવે છે. સીન એવો હતો કે અનિલ રાહુલને દિવાલ તરફ ધક્કો મારે, પણ એના બદલે અનિલ કપૂર ઉભો થયો અને એક તાર લીધો, પછી તાર તેના ગળામાં બાંધી દીધો અને તેના તરફ ખેંચવા લાગ્યો.

અનિલ કપૂરના સીનમાં આવું કશું હતું જ નહીં. આ નજારો જોઈને સેટ પર હાજર દરેક લોકો ચોંકી ગયા. બધાએ અનિલ કપૂરને રોકી લીધો અને સમજાવ્યું કે આ માત્ર ફિલ્મનુ એક સીન છે. ત્યારબાદ તેણે રાહુલ બોસ પાસે માફી માંગી હતી.