નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-૨૦ મેચ જોવા માટે ૫૦ ટકા દર્શકોને જ મળશે મંજૂરી

આજથી અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. તે પહેલા GCA દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો ભરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરીવાર ચિંતા વધારી છે. તો આ તરફ કોરોના મહામારી વચ્ચે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. ત્યારે ય્ઝ્રછ દ્વારા કોરોનાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલા ખીચોખીચ સ્ટેડિયમ ભરવાની વાત હતી પરંતુ કોરોના સંકટ વધતા અને વિરોધ થતાં જીસીએ દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો જ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મેચ શરૂ થતાં પહેલા સમગ્ર સ્ટેડિયમને સેનેટાઈઝ કરાયું છે અને કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવી રહૃાું છે.