મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
અગાઉ અત્રે લખ્યા મુજબ સાત્વિક અને શુભ ગુરુ મહારાજ પોતાની નીચ રાશિ મકર છોડી 6 એપ્રિલના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના કુંભમાં આવવાથી મેષ રાશિના મિત્રોને ઘણો લાભ થતો જોવા મળશે અને આગળ વધવાની તક પણ મળશે જયારે વૃષભ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. મિથુન રાશિના જાતકોને ભાગ્યોદયની તક મળે. સારા યાત્રા પ્રવાસ થાય. કર્ક માટે આ સમય મધ્યમ ગણી શકાય અને વધુ મહેનત કરવી પડે તબિયતની કાળજી લેવી જયારે સિંહના જાતકો માટે ઘણો શુભ સમય ગણાય વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે. કન્યા રાશિના મિત્રો માટે હિત શત્રુથી સાવધાન રહેવા જેવો સમય, જયારે તુલાના મિત્રોને નવા અવસર પ્રાપ્ત થાય ખાસ કરીને વિદ્યાર્થીવર્ગને લાભ થતો જોવા મળે સ્ત્રીવર્ગ આગળ વધી શકે. વૃશ્ચિક રાશિ આ સમયમાં પ્રોપર્ટી અંગે નિર્ણય કરી શકે. ધન રાશિને નવા સાહસ માં સહાય મળે. મકર રાશિ માટે મધ્યમ જયારે કુંભ માટે બધી રીતે સારો સમય આપતું આ ભ્રમણ છે. મીનરાશિના મિત્રો એ આ સમયમાં થોડું સમજી વિચારી ને ચાલવું પડે અને ખર્ચ બાબતે ખ્યાલ રાખવો પડે.