એક્ટર હરમન બાવેજા અને સાશા રામચંદા લગ્નના બંધનમાં બંધાયા

એક્ટર હરમન બાવેજાના લગ્ન સાશા રામચંદાની સાથે થયા છે. બંનેના લગ્નની વિધિ શીખ ધર્મ મુજબ થઈ. ફેમિલી અને ખાસ મિત્રોની હાજરીમાં આનંદ કારજના ફોટો અને વીડિયો હરમનની ખાસ દોસ્ત શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં શેર કર્યા અને તેને શુભેચ્છા આપી. શિલ્પાએ લખ્યું, અભિનંદન હરમન અને સાશાને, આ અનકંડીશનલ લવ, ખુશીઓ અને મિત્રતાની એક નવી શરૂઆત થઈ રહી છે. તમારા બંને માટે ઘણી જ ખુશ છું.

હરમન સાશાના લગ્નની વિધિ રવિવાર સવારે તેના વરઘોડા સાથે થઈ. હરમનના બેસ્ટ ફ્રેન્ડ રાજ કુંદ્રાએ પણ લગ્નની ફોટો શેર કરી છે. આ ફોટોઝમાં હરમન જાનમાં ઢોલના તાલે નાચતો જોવા મળે છે. હરમનના લગ્નનું ફંકશન ૩ દિવસથી ચાલી રહૃાું છે. જેમાં સૌથી પહેલાં કોકટેલ નાઈટ શુક્રવારની સાંજે સેલિબ્રેટ થઈ હતી. જે બાદ પીઠી અને સંગીત સેરેમની શનિવારે યોજાઈ. આ લગ્નમાં બોલીવુડમાંથી આશીષ ચૌધરી, આમિર અલી અને સાગરિકા ઘાટગે પણ સામેલ થયા હતા.

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હરમન બાવેજાના સંગીત સમારંભમાં જોરદાર ભાંગડા કર્યા હતા. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં હરમન બાવેજાના લગ્નમાં રાજ કુંદ્રા ભાંગડા કરતો નજરે પડજે છે. આ વીડિયો પર શિલ્પા શેટ્ટી રસપ્રદ કોમેન્ટ કરી છે. શિલ્પાએ લખ્યું, ’હરમનના સંગીતમાં લોર પર જોરદાર ડાંસ કરનાર મારા પતિ જ્યારે ભાંગડા કરે છે ત્યારે હું મારું હાસ્ય રોકી શકી ન હતી. આ ઘણું જ સુપરથી ઉપરવાળો ડાંસ છે. રાજ કુંદ્રાજી તમે ઘણો જ સારો ડાંસ કર્યો.