ભારત સામે બીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન અને સેમ બિલિંગ્સનું રમવું શંકાસ્પદ

ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ અને ટી૨૦ હાકી ચુકેલી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી પુરી થવાનું નામ નથી લઈ રહી. પૂણેમાં રમાયેલી વન ડે સિરિઝની પહેલી મેચમાં તેમને ૩૬ રનથી હાર મળી હતી. ત્રણ મેચની સિરીઝમાં તે ૦-૧થી પાછળ રહી ગઈ છે. એવમાં ૨૬ માર્ચના રોજ રમાનારી બીજી મેચ મહત્વની સાબિત થશે.

બીજી તરફ સિરીઝના બીજા વન ડે પહેલા કેપ્ટન ઈયોન મોર્ગનનું રમવું શંકાસ્પદ છે. મોર્ગન ઉપરાંત સેમ બિલિંગ્સના રમવા પર શંકા છે. જણાવી દઈએ આ બન્ને ખેલાડીઓ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે બન્નેને મેદાનની બહાર જવું પડ્યું હતું.

મોર્ગનની ગેરહાજરીમાં જોસ બટલરે કેપન્સી કરી હતી. જો કે મોર્ગન બેટિંગ કરવા ઉતર્યો હતો. તે ૩૦ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો હતો. મોર્ગન ઉપરાંત બિલિંગ્સ પણ કઈ ખાસ કરી શક્યો ન હતો અને તે ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર જેસન રોય અને જોની બેયરીસ્ટોની વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી ૧૩૫ રનની ભાગીદારી છતા ઈંગ્લેન્ડને ૬૬ રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ૩૧૮ રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ ૨૫૧ રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

મોર્ગેને કહૃાું, તે ૪૮ કલાકની રાહ જોશે અને ત્યાર બાદ રમવા અંગે નિર્ણય લેશે. જો મોર્ગેન બીજી વનડે મેચ નથી રમતો તો તે ઈંગ્લેન્ડ માટે મોટો ઝટકો હશે. ટીમ પહેલી મેચ હારીને પહેલા જ પાછળ રહી ગઈ છે. કારણ કે પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર ફેલ રહૃાો હતો એવામાં મોર્ગન નહીં રમે તો ટીમ માટે મુશ્કેલી ઉભી થશે. જો ઈંગ્લેન્ડ આ સિરિઝ ૦-૩થી હારી જાય છે તો ટીમ ઈન્ડિયા આઈસીસીની રેકિંગમાં નંબર વનની પોઝિસન પર આવી જશે.