આગામી દિવસોમાં ઘણા સ્પષ્ટ પરિવર્તન જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

અગાઉ અત્રે લખ્યા મુજબ બુધ મહારાજના અસ્ત થવા અને મીન રાશિ તરફ પ્રયાણ ના સમયે વિશ્વ સ્તરે આર્થિક ચિંતા સર્જાય તેવા સમાચાર આવી રહ્યા છે. આકેગોસ કેપિટલ મેનેજમેન્ટ કાચી પડવાથી વિશ્વની બેન્કોને 6 અબજ ડોલર થી વધુનું નુકસાન આંકવામાં આવે છે જે વિષે અત્રે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચના અને બુધ નીચસ્થ એક સાથે થશે જે રીતે મકર રાશિમાં ગુરુ નીચસ્થ અને શનિ સ્વગૃહી બની રહ્યા છે એ જ રીતે અહીં બુધ અને શુક્રનું વર્તન જોવા મળશે. જે નીચ ભંગની સ્થિતિનું નિર્માણ પણ કરશે પરંતુ તેનું પરિણામ મિશ્ર જોવા મળશે. આગામી દિવસોની વાત કરીએ તો આ સમયમાં ઘણા સ્પષ્ટ પરિવર્તન જોવા મળશે. શુક્ર ઉચ્ચના થાય છે ત્યારે તે વ્યક્તિને સુંદરતાના શોખીન બનવે છે અને તેની પસંદગી ઉંચી હોય છે. સામાન્ય વસ્તુઓ ઉચ્ચના શુક્ર ધરાવતા લોકોને આકર્ષી શકતી નથી. સારી બ્રાન્ડ અને વસ્તુ વાપરવાના તેઓ શોખીન હોય છે. આવા લોકો કલાના પણ સારા કદરદાન હોય છે તથા વૈભવી વસ્તુઓ માટે ખર્ચ કરતા અચકાતા નથી. હાલ ગોચર ગ્રહો એક અલગ જ ભાત બનાવી આગળ વધી રહ્યા છે જેના પરિણામો એપ્રિલના મધ્યમાં સારી રીતે જોવા મળશે.