આગામી વર્ષના રાજા અને મંત્રી બંને મંગળ છે તેથી આગામી વર્ષ જોમ અને જુસ્સો વધારનાર બનશે

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને

અગાઉ લખ્યા મુજબ ગોચર ગ્રહો પરિસ્થિતિને વિકટ બનાવી રહ્યા છે. આજરોજ બુધવાર ને પાપમોચની એકાદશી છે.12 એપ્રિલ સોમવારે અમાસ આવી રહી છે એટલે કે સોમવતી અમાસ બનશે. સોમવાર સુધીનો સમય થોડો ભારે ગણી શકાય, ત્યારબાદ ચૈત્ર માસ શરુ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 13 એપ્રિલ 2021 મંગળવારથી શરૂ થશે અને હિન્દુઓનું નવું વર્ષ સવંત્સર પ્લવ પણ શરૂ થશે. આ સવંત્સર નાં રાજા અને મંત્રી બંને મંગળ છે અને મંગળવારથી જ વર્ષ શરુ થાય છે. 13 એપ્રિલના દિવસે જ નવા વર્ષ સાથે સાથે સૂર્ય મહારાજ મેષમાં પ્રવેશ કરશે અને ઉચ્ચના બનશે, અને રાત્રે મંગળ મહારાજ પણ મિથુનમાં પ્રવેશ કરશે જેથી મંગળ રાહુ યુતિ છૂટી પડશે. આમ 13 એપ્રિલના ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષ સાથે સાથે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ઉચ્ચના થશે અને મંગળ પણ રાશિ પરિવર્તન કરશે જેથી ઘણા શુભ ફેરફારો 13 એપ્રિલ પછી આવી રહ્યા છે પરંતુ આગામી વર્ષના રાજા અને મંત્રી બંને મંગળ છે તેથી આગામી વર્ષ જોમ અને જુસ્સો વધારનાર બનશે. પ્રધાનમંત્રી શ્રી મોદી માટે આગામી વર્ષ લાભદાયક રહેશે વળી મંગળનું પ્રભુત્વ હોવાથી આગામી વર્ષમાં બે દેશો વચ્ચે સંઘર્ષપૂર્ણ સ્થિતિ વધતી જોવા મળે. ભારત પણ તેના સાર્વભૌમત્વની રક્ષા માટે સીમા પર સ્ટ્રાઇક કરતું જોવા મળે અને મંગળનો લડાયક મિજાજ બતાવે.