આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ ’ડોક્ટર જી’ શૂટિંગ શરૂ કર્યુ

આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ ’ડોક્ટર જી’ શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પહેલી વાર થશે જ્યારે આયુષ્માન અને રકુલ પ્રીત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે.

રકુલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મની સ્ક્રીપ્ટની ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું, ’ડોક્ટર જી’ શરૂ થવા જઇ રહી છે. આયુષ્માને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની સ્ક્રીપ્ટનો ફોટો પોસ્ટ કર્યો છે. જેના ઉપર આયુષ્માન ખુરના ડૉ.ઉદય ગુપ્તા લખેલું છે. અનુભૂતિ કશ્યપ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહૃાા છે.

ફિલ્મની ડાયરેક્ટર અનુભૂતિ આની અગાઉ મિનિ-સિરીઝની ’અફસોસ’ અને શોર્ટ ફિલ્મ ’મોઇ મારજાની’ બનાવી ચુકી છે. ’ડોક્ટર જી’ ની વાર્તા સુમિત સક્સેના, વિશાલ વાઘ અને સૌરભ ભારત દ્વારા લખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, સૌરભ ભારત એક ડૉક્ટરથી લેખક બન્યા છે, તેમણે આ વાર્તા તેમના મેડિકલ કોલેજના જીવનના અનુભવોથી પ્રેરણા લઇને લખી છે.

સુમિત સક્સેના જેમણે ’લસ્ટ સ્ટોરીઝ’ અને ’પ્યાર કા પંચનામા’ લખી છે. તેમણે આ ફિલ્મના સંવાદો લખ્યા છે. જણાવી દેવામાં આવે કે ’બરેલી કી બર્ફી’ અને ’બધાઇ હો’ જેવી હિટ ફિલ્મ્સ પછી આયુષ્માન ત્રીજી વખત જંગલી પિક્ચર્સ સાથે કામ કરવા જઈ રહૃાો છે.