ગુરૂને કારણે 14 એપ્રિલના ઘણા પરિવર્તન આવી રહ્યા છે જે શુભ પુરવાર થશે

મેષ (અ,લ,ઈ) : ખર્ચ પર અંકુશ રાખવો,વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,દિવસ લાભદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.
કર્ક (ડ,હ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આગળ વધવાની તક મળે.
સિંહ (મ,ટ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
કન્યા (પ,ઠ,ણ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,પ્રગતિકારક દિવસ.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મકર (ખ,જ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.
કુંભ (ગ,સ,શ ) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

અગાઉ લખ્યા મુજબ ભારતના અન્ય દેશ સાથેના સંબંધોમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. વળી રશિયા જેવા જુના મિત્રોને ભારતના નવા મિત્રોને કારણે તકલીફ ઉભી થઇ છે. અનેક દેશો પોતાનું હિત સાધવા સત્યને કોરાણે મૂકી પાકિસ્તાનની તરફેણ કરી રહ્યા છે તથા તેની લશ્કરી તાકાત વધે તેમાં રસ દાખવી રહ્યા છે. મંગળ અને રાહુ યુતિ ક્યાંક વિશ્વાસઘાતનો સ્વાદ પણ ચખાડી રહી છે. ગુરુ મહારાજના કુંભમાં આવવા સાથે અનેક સમીકરણ બદલાયા છે પરંતુ જે મિત્રો સંશોધન કરે છે તેમનું એક વાત પર ધ્યાન દોરું કે ભલે મકરમાં ગુરુ મહારાજ નીચસ્થ હતા પરંતુ મકરમાં તેની હાજરી હતી ત્યાં સુધી શનિ અને પ્લુટો એક હદની બહાર જઈને દંડ આપી શક્યા ના હતા. આ જ ગુરુની તાકાત છે કે તે જ્યાં બેસે છે ત્યાં ક્રૂર પરિણામને ઘટાડે છે અને માટે જ દંડ આપવા નિમાયેલા પ્લુટો એટલે કે યમ અને શનિ બંને એક મર્યાદામાં રહીને ક્રૂર પરિણામ આપતા હતા પરંતુ હવે ગુરુના દૂર જવાથી તેમને મોકળું મેદાન મળ્યું છે અને તેમાં પણ 14 એપ્રિલ સુધી મંગળ રાહુ સાથે છે જે આ મુશ્કેલીને વધારી રહ્યા છે. જો કે 14 એપ્રિલના ઘણા પરિવર્તન આવી રહ્યા છે જે શુભ પુરવાર થશે.