આઇપીએલમાં પંજાબ,હૈદરાબાદ,બેંગ્લોર, મુંબઈની ટિમનું પ્રદર્શન સારું જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

અગાઉ લખ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો અને દુશ્મનોની વ્યાખ્યા બદલાઈ રહી છે. ભારત અને પાકિસ્તાનના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ઘણા દેશોના સુર બદલાતા જોવા મળ્યા છે. હાલ ચાલી રહેલા આઈપીએલની વાત કરીએ તો પંજાબ,હૈદરાબાદ,બેંગ્લોર અને મુંબઈની ટિમનું પ્રદર્શન ખુબ સારું રહેતું જોવા મળશે. આજરોજ પાંચમું નોરતું છે. પાંચમા નોરતે માતા સ્કંદમાતાની સાધના કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. માતા સ્કંદમાતાને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. સંતાન અંગે જયારે સમસ્યા હોય ત્યારે માતા સ્કંદમાતાની સાધના કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ઘર પરિવારમાં સુખાકારી રહે તે માટે પણ માતાના આ સ્વરૂપને પૂજવામાં આવે છે.