ઇંગ્લેન્ડ પ્રવાસ: ઈન્ડિયન ટીમના તમામ ખેલાડીઓ ૯ જુલાઈ સુધીમાં બીજો ડોઝ લેશે

ઇંગ્લેન્ડ ટૂર પહેલાં ઈન્ડિયન ટીમ સતર્ક. ટીમે કોરોના મહામારીના પડકારનો સામનો કરવા તૈયારીઓ કરી છે. તમામ ખેલાડી આ સપ્તાહે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેશે. ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ૯ જુલાઈ સુધી ડોઝ લેશે.

બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડી પોઝિટિવ આવ્યા પછી આ નિર્ણય લીધો છે. મંગળવારે ઈંગ્લિશ ટીમના ૩ ખેલાડી સહિત ૭ સ્ટાફ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારપછી પાકિસ્તાન સામે લિમિટેડ ઓવરની સિરીઝ માટે તેમને આખી ટીમ બદલવાનો નિર્ણય લીધો હતો.

બીસીસીઆઈએ કહૃાું, ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ કોરોના અંગે ઈંગ્લિશ ટીમમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી જાણકાર છે. જો ઇસીબી અમને કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહેશે અથવા નવા પ્રોટોકોલ આપશે તો અમે તેનું પાલન કરીશું. અત્યારે તો ટાઇમ ટેબલમાં ફેરફાર કરાશે નહીં.

બીસીસીઆઈએ કહૃાું હતું, છેલ્લા કેટલાક દિવસોમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ અંગે અત્યારની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પ્લાનમાં ફેરફાર કરાશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઈન્ડિયન ખેલાડી ૨૦ દિવસની રજા પર છે અને તેમની રજા પહેલા જે શિડ્યૂલ હતું તેને ફોલો કરવાનું રહેશે.

બોર્ડ અધિકારીએ કહૃાું, ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડી અત્યારે લંડન અથવા એની આસ-પાસના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહૃાા છે. કેટલાક ખેલાડી ઈંગ્લેન્ડના અલગ-અલગ વિસ્તારમાં રજાની મજા માણી રહૃાા છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હવે તેઓ બીજો ડોઝ લેશે.

ઈંગ્લેન્ડમાં ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ૧૪ જુલાઈએ લંડનમાં એકત્રિત થશે. અહીંથી તે ૨ સપ્તાહ માટે ડરહમ જશે. ત્યાં ભારતને ટ્રેનિંગ સિવાય સેલેક્ટ કાઉન્ટી-૧૧ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. લંડનમાં ભેગા આવ્યા પછી ફરીથી દરેક ખેલાડીના કોરોના ટેસ્ટ થશે. ત્યારપછી તેઓ ફરીથી બાયોબબલમાં સામેલ થઈ જશે.

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ૫ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહેલી મેચ ૪ ઓગસ્ટે નૉટિંઘમમાં શરૂ થશે. ભારતને આની પહેલા ઈંગ્લેન્ડમાં સતત ૩ ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.