બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર પ્રેગ્નન્ટ, પતિ અંગદ સાથે તસવીર શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સો.મીડિયામાં પોતાની સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. તેણે ફેમિલી ફોટો શૅર કર્યો છે. તસવીરમાં નેહા ધૂપિયા દીકરી મેહર તથા પતિ અંગદ બેદી સાથે છે. તસવીરમાં નેહા બેબી બમ્પ લોન્ટ કરતી જોવા મળે છે.

નેહા ધૂપિયાએ તસવીર શૅર કરીને કહૃાું હતું, ’કેપ્શન વિચારતા અમને બે દિવસ લાગ્યા. અમે આમાંથી જે સારું વિચારી શક્યા તે હતું….ભગવાનનો આભાર.’

નેહાની પોસ્ટર પર અમિતાભ બચ્ચનની દૃૌહિત્રી નવ્યાથી લઈ સોનુ સૂદ સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી.

અંગંદે પત્નીના શો ’નો ફિલ્ટર નેહા’માં ઘટસ્ફોટ કર્યો હતો કે નેહા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી. જ્યારે તેણે તથા નેહાએ પેરેન્ટ્સને આ વાત કહી ત્યારે તેમને ઘણું જ સાંભળવું પડ્યું હતું.

નેહા તથા અંગદ નવેમ્બર, ૨૦૧૭માં ક્રિકેટર ઝહિર ખાન તથા સાગરિકાના રિસેપ્શનમાં સાથે આવ્યા ત્યારથી બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચા થવા લાગી હતી. આ રિસેપ્શન બાદ બંને અવાર-નવાર સાથે જોવા મળતાં હતાં. એક વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં.

અંગદે શોમાં ઘણી જ ઈમાનદૃારીથી કહૃાું હતું કે તેણે લગ્ન પહેલાં ૭૫ યુવતીઓને ડેટ કરી હતી. જેમાં તેણે પોતાનાથી મોટી ઉંમરની યવતીઓને પણ ડેટ કરી હતી. અંગદે એમ પણ કહૃાું હતું કે એક પણ યુવતી સાથેના સંબંધો લાંબા સમય સુધી ટક્યાં નહોતાં.