મામલાની તપાસ ચાલી રહી છે મને મુંબઈ પોલીસ તથા ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે

  • રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન

 

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં પોર્ન વીડિયો બનાવવાના મામલામાં જેલમાં છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર પ્રથમવાર મૌન તોડ્યુ છે. શિલ્પા શેટ્ટીએ આજે નિવેદન જારી કર્યું છે.

અભિનેત્રીએ લખ્યું, મેં આ મામલા પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં કારણ કે કેસ કોર્ટમાં છે. શિલ્પા શેટ્ટીએ સો.મીડિયા પર લખ્યું- હાં, છેલ્લા કેટલાક દિવસ મારા માટે ખુબ મુશ્કેલ ભર્યા રહૃાાં છે. મારા અને પરિવાર ઉપર ઘણા આરોપ લાગ્યા છે. મને ટ્રોલ કરવામાં આવી છે. માત્ર મને જ નહીં મારા પરિવારને ઘસેડવામાં આવી છે. મેં આ મામલા પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં આ મામલો કોર્ટમાં છે. તમે લોકો મારા વિરુદ્ધ ખોટા કોટ લખવાનું બંધ કરો.

અભિનેત્રીએ લખ્યુ- મારી ફીલોસોફી તે છે કે કોઈને કંપ્લેન ન કરો, કોઈને એક્સ્પ્લેન ન કરો.

અભિનેત્રીએ કહૃાું, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થશે. શિલ્પા શેટ્ટીએ લખ્યું, હું માત્ર એટલું કહેવા ઈચ્છુ છું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ તથા આપણી ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે.

શિલ્પા શેટ્ટીએ સ્ટેટમેન્ટમાં એક અપીલ કરી છે. તેણે લખ્યું, મેં એક માં હોવાના નાતે મારા બાળકોની પ્રાઇવેસી માટે વિનંતી કરુ છું. અમારા વિશે કોઈ સમાચાર વેરિફાઇ કર્યા વગર છાપો નહીં.

અભિનેત્રીએ કહૃાું, તે ભારતની નાગરિક છે અને તમામ કાયદાનું પાલન કરે છે. તે ૨૯ વર્ષથી મહેનતથી કામ કરી રહી છે. તેનું કહેવું છે કે લોકો તેના પર વિશ્વાસ કરે છે અને કોઈને પણ નિરાશ કરશે નહીં. તેણે લખ્યું, મને અને મારા પરિવારને નિજતાનો અધિકાર છે. મીડિયા ટ્રાયલ ન કરો. કાયદાને પોતાનું કામ કરવા દો. સત્યમેવ જયતે.