બહેન રેહાનાં લગ્નમાં સોનમ કપૂરનું બેબી બમ્પ દેખાયું, યુઝર્સે કહૃાું- ચોક્કસથી પ્રેગ્નેન્ટ છે

અનિલ કપૂરની નાની દીકરી રેહા કપૂરનાં લગ્ન ૧૪ ઓગસ્ટનાં હતાં. આ લગ્ન ખુબજ સાદાઇથી કરવામાં આવ્યાં અનિલ કપૂરનાં જુહુ સ્થિત ઘરે જ આ લગ્ન હતાં. રિયાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે ખુબજ સાદાઇથી ગણતરીનાં લોકોની હાજરીમાં આ લગ્ન કર્યા હતા. આ લગ્ન દરમિયાન, સોનમ કપૂર ચર્ચામાં આવી ગઇ છે. કારણ છે તેનાં કપડાંમાંથી તેનું બેબી બમ્પ દેખાઇ રહૃાું છે. અને વાત સો.મીડિયા યૂઝર્સમાં ચર્ચાનું કારણ બની ગઇ છે.

સોનમ કપૂર પેસ્ટલ ગ્રીન અનારકલી સૂટ પહેર્યો હતો. જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. તેણે માથે ટીકો અને ગળામાં કુંદનનો સેટ પહેર્યો હતો. સોનમ જેમાં ખુબજ સુંદર લાગતી હતી. જોકે આ અનારકલી ડ્રેસમાં તેનું બેબી બમ્પ દેખાતું હતું. વાળમાં સિમ્પલ લો બન કર્યું હતું અને તેને ગજરાથી સજાવ્યું હતું.

સોનમની તસવીરો અને વીડિયો જોઇને સો.મીડિયા પર કમેન્ટ્સની ભરમાર થઇ ગઇ છે. ફેન્સ પૂછી રહૃાાં છે કે, શું તે ગર્ભવતી છે. એક યુઝરે ટિપ્પણી કરી, “તે ચોક્કસપણે ગર્ભવતી છે”. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી,  તેને સારા દિવસો છેપ. ?? અન્ય એક યૂઝરે લખ્યું, તે સો ટકા ગર્ભવતી છે.. તો અન્ય એક લખે છે, ખબર નહીં આમને છુપાવીને શું મળે છે. ’.

રિયા કપૂરના લગ્નમાં સોનમ કપૂર અને આનંદ આહુજા એકસાથે સુંદર લાગતા હતા. આનંદ આહુજાએ ઇન્ડોવેસ્ટર્ન લૂક લીધો હતો. ચોયણી બ્લેક શૂઝ શોર્ટ જભ્ભા અને ઉપર બ્લેઝરમાં આનંદ ખુબજ હેન્ડસમ લાગતો હતો.

ગત મહિને પણ, સોનમ કપૂરે તેની ગર્ભાવસ્થાની અફવાઓ ઉડી હતી. તેનો અંત લાવ્યો હતો અને તેના ઇન્સ્ટાગ્રામ પર ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરીને અને તેના પીરિયડના પહેલા દિવસે આદુની ચા પીતો વીડિયો શેર કર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં લખ્યું, “મારા પીરિયડના પહેલા દિવસ માટે ગરમ પાણીની બોટલ અને આદુ ચા”.