સૈફની ફિલ્મ ‘ભૂત પોલીસ ૧૭ સપ્ટેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહૃાા છે. સૈફ એક એવા અભિનેતા છે જેમણે વિવિધ પ્રકારની ફિલ્મો કરીને ચાહકોમાં પ્રભુત્વ જમાવ્યું છે. આજે સૈફ અલી ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહૃાા છે. આ સ્થિતિમાં અભિનેતાના ચાહકોને આ ખાસ દિવસે એક અનોખી ભેટ મળી છે. હવે સૈફની આગામી ફિલ્મ ’ભૂત પોલીસ’ની રિલીઝ તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનીત ‘ભૂત પોલીસ ના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહૃાા છે. હવે આખરે સૈફના જન્મદિવસ નિમિત્તે મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ વિવેચક તરણ આદર્શે એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનું ટ્રેલર બે દિવસ પછી રિલીઝ થવા જઈ રહૃાું છે. હા, સૈફ અને અર્જુન અભિનીત ફિલ્મ ભૂત પોલીસનું ટ્રેલર ૧૮ ઓગસ્ટના રોજ ચાહકોની સામે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, યામી ગૌતમ, જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં દેખાવા જઈ રહૃાા છે.

ભૂત પોલીસ પવન કૃપલાનીના નિર્દૃેશનમાં બની રહી છે. આ ખાસ ફિલ્મ ૧૭ સપ્ટેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. ભૂત પોલીસને રમેશ તોરાની પ્રોડ્યુસ કરી રહૃાા છે. હવે તે સત્તાવાર રીતે સ્પષ્ટ છે કે ફિલ્મ થિયેટરોને બદલે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.

ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બેકગ્રાઉન્ડમાં એક ગીત અલગ રીતે વાગતું સંભળાય રહૃાું છે. આ સાથે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર વિચિત્ર કારમાં બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન બંને સ્ટાર્સ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહૃાા છે.

ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવતા ચાહકોમાં ખુશીની લહેર છે. હવે ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહૃાા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. લગ્ન પછી પ્રથમ વખત યામી કોઈ ફિલ્મમાં દેખાવા જઈ રહી છે. ફિલ્મના તમામ સ્ટાર્સનો ફર્સ્ટ લુક ઘણા સમય પહેલા બહાર થઈ ચુક્યો છે.