એકશન સ્ટાર સની દેઓલ ફેમિલી મેનનો રોલ ભજવતો જોવા મળશે

એકશન સ્ટાર તરીકે જાણીતો થયેલો સની દેઓલ જોકે આ વખતે આર બાલ્કીની ફિલ્મમાં ફેમિલી મેનનો રોલ ભજવતો જોવા મળશે. તેની સાથે અભિનેત્રી રેવતી તેના પત્નીના રોલમાં હશે. તેમ- શ્રુતિ હાસન તેમની પુત્રીની ભૂમિકા ભજવશે.  આર બાલ્કી હાલ દલકીર સલમાન, પૂજા ભટ્ટ અને શ્રેયા ધનવંતરી ફિલ્મનુ દિગ્દૃર્શન કરી રહૃાા છે. આ ફિલ્મ પુરી થયા પછી જ તે પોતાની આગામી ફેમિલી ડ્રામાનું શીટિુંગ આ વરસના અંતમાં અથવા તો આવતા વરસની શરૃઆતમાં કરશે. ત્યાં સુધી તેઓ અન્ય કલાકારોને સાઇન કરી રહૃાા છે. સની દેઓલ ફરી પકિંમગ પ્રોજેક્ટસમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટસની માનીએ તો હાલમાં જ તેણે જાણીતા દિગ્દૃર્શક આર બાલ્કીની એક ફિલ્મ સાઇન કરી છે.