ધોનીને ભારતીય ટીમના મેન્ટર જાહેર કરાતા રવિ શાસ્ત્રીના ભવિષ્ય પર ખતરો

બીસીસીઆઇ સચિવ જય શાહે ધોનીને ભારતીય ટીમના મેન્ટર તરીકે લાવવાની પહેલ શરૂ કરી દીદી હતી. ખુબ જ ઓછા લોકો, અિંહયા સુધી કે બીસીસીઆઇના મોટોમાં મોટા અધિકારી પણ આ પગલા વિશે જાણતા ન હતા. રસપ્રદ વાત એ છે કે, બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટા નિર્ણયની ઘોષણા સમયે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ હાજન ન હતા. તેમની ગેરહાજરીને ઘણા લોકોએ અનુભવી હતી. જોકે બીસીસીઆઇ પ્રમુખની પાસે પોતાના કારણ હતા. કારણ કે તે વર્તમાનમાં ઇંગ્લેન્ડમાં ટીમ સાથે છે.ધોની કેપ્ટન વિરાટ કોહલી સાથે મળી કામ કરશે અને તેને પોતાના નિર્ણયમાં સૌથી ઉપર રાખશે. ધોની પોતાના ઝડપી નિર્ણય લેવાના કૌશળ વિશે ઓળખાય છે અને કોહલી-શાસ્ત્રી સાથે તેના સંબંધ ભારતીય ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક ઉત્થાન લાવવા માટે તૈયાર છે. અથવા માત્ર એવું માનવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે જો શાસ્ત્રીનો કાર્યકાળ વધારવામાં ન આવ્યો તો બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડને મોટી જવાબદૃારી મળી શકે છે. જોકે આ પ્રયોગ કેટલો યોગ્ય સાબિત થશે તે આગામી મહિને ટી-૨૦ વર્લ્ડકપની મેગા ઇવેન્ટમાં ખબર પડશે. આ દરમિયાન મોટાભાગના પૂર્વ ક્રિકેટરોએ આ મહાનનું સ્વાગત કર્યું છે, ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક સમસ્યા વિશે ચેતવણી આપી છે જેની ટીમ ઇન્ડિયા ટી-૨૦ વર્લ્ડ કપમાં સામનો કરી શકે છે. તેમની ચિંતા એ છે કે, બે દિૃગ્ગજ, શાસ્ત્રી અને ધોની, એક સાથે બેસીને રણનીતિ અને ટીમ પસંદગી પર કેવી રીતે ચર્ચા કરશે. એક સમાચાર ચેનલ સાથે વાત કરતા ગાવસ્કરે ૨૦૦૪ની ઘટનાને યાદ કરતા કહૃાું કે, જ્યારે તેઓ એક સલાહકાર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થયા હતા પરંતુ ત્યારના કોચ જોન રાઇટને તેમની ભૂમિકા વિશે ચિંતા થઇ રહી હતી. આ અનુભવનો હવાલો આપતા ગાવસ્કરે ચિંતા વ્યક્ત કરી છે કે, રણનીતિ અને ટીમ પસંદગી પર આ પ્રકારની કોઇ અસહેમતીની ટીમ પર અસર થઇ શકે છે. ગાવસ્કરે કહૃાું, શાસ્ત્રી અને ધોનીની જોડી સારી રહી તો ભારતને ખુબ જ ફાયદૃો થશે. પરંતુ જો રણનીતિ અને ટીમ પસંદગી પર અસહેમતી થઇ તો ટીમ પર તેની મોટી અસર થશે. એક વરિષ્ઠ ખેલાડી તરીકે પહેલા ટીમ ઇન્ડિયા સાથે અને વર્તમાનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ની સાથે, ૨૦૧૧ વિશ્ર્વ કપ વિજેતા કેપ્ટન હંમેશા પોતાની ટીમના સભ્યો માટે એક માર્ગદર્શક શક્તિ રહૃાો છે. એ પણ સંભવ છે કે, બોર્ડ ધોનીને શાસ્ત્રી માટે લાંબા ગાળાની બદલીના રૂપમમાં જોઇ રહૃાું છે. જો ભારત ટી-૨૦ વિશ્ર્વ કપ જીતી જાય છે અને શાસ્ત્રી સંન્યાસ લેવાનો નિર્ણય કરે તો ધોની નિશ્ર્ચિતરૂપે એક મજબૂત દૃાવેદૃાર હશે. શાસ્ત્રી જે ૨૦૧૭થી પૂર્ણકાલિન કોચ છે. તેમને ત્રીજો કાર્યકાળ આપવાની સંભાવના નથી અને એક નવો ચહેરો જોવા મળી શકે છે. પરંતુ માત્ર એક અડચણ છે. ધોની હજુ પણ સીએસકેના કેપ્ટન છે અને તે આઇપીએલમાં રમવાનું યથાવત રાખવા ઇચ્છશે.આગામી આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવાની સાથે જ ક્રિકેટના દરેક પ્રશંસકના મનમાં ઘણા સવાલો ઉઠી રહૃાા છે કે બીસીસીઆઇના પૂર્વ ભારતીય કેપ્ટનની પસંદગી કેમ થઇ? શું આ તે ટીમ માટે એક કોઇ દવા છે જે હંમેશા આઇસીસીની યોજનાઓમાં ડમમગે છે અથવા ભવિષ્યમાં ધોનીની કોઇ મોટી ભૂમિકા માટે રાહ જોવાઇ રહી છે?