ભારતના ૯૧ ટકા ગામોમાં સહકારી મંડળીઓ : અમિત શાહ

કૃષિ ક્ષેત્રમાં સરકારની સફળતા ગણાવતા ગૃહમંત્રીએ કહૃાું કે, છેલ્લાં સાત વર્ષમાં મોદીજી ઘણાં પરિવર્તન લાવ્યા છે. ૨૦૦૯-૧૦માં કૃષિ બજેટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતું. ૨૦૨૦-૨૧માં કૃષિ બજેટ વધારીને ૧,૩૪,૪૯૯ કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. અમિત શાહે એવુ પણ કહૃાું કે, ભારતમાં ૯૧ ટકા ગામડાઓમાં સહકારી મંડળીઓ છે. દેશની ૫ ટ્રિલિયનની ઈકોનોમી માટે સહકારી મંડળીઓની જરૂર છે. તેમાં તેમણે મહિલાઓના યોગદાનના પણ વખાણ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહૃાું કે, અમે નક્કી કર્યું છે કે, અમુક સમયમાં નવી સહકારી નીતિ જે પહેલાં ૨૦૦૨માં અટલજી લઈને આવ્યા હતા અને હવે ૨૦૨૨માં મોદીજી લઈને આવશે. આઝાદીના અમૃત મહોત્સવમાં નવી સહકારી નીતિ બનાવવાની અમે શરૂઆત કરીશું. તેમણે કહૃાું કે, ભારત સરકારનું સહકારી મંત્રાલય દરેક રાજ્યોને સાથે લઈને ચાલવામાં માને છે. સરકારી મંડળીઓના મૂળ સુધી પહોંચવાનું કામ આ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહૃાું કે, ગ્રામીણ વિસ્તારમાં દરેક વંચિત લોકો સુધી વિકાસ પહોંચાડવાની જવાબદારી સહકારી મંડળીઓની છે. સહકારી મંત્રાલય કો-ઓપરેટિવ સંસ્થાને મજબૂત કરશે, તેમને આગળ વધારશે. તેમને આધુનિક બનાવશે, તેમના પારદર્શક બનાવશે.દેશમાં આજે પહેલીવાર સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ હાજર રહૃાા હતા. આ દરમિયાન તેમણે કહૃાું કે, આપણે કામનો વિસ્તાર વધારવાનો છે. તેમણે કહૃાું કે, ભારતના સંસ્કારોમાં સહકારની ભાવના છે. તેમણે કહૃાું કે, ગરીબો અને પછાતવર્ગના વિકાસ માટે સહકાર ખૂબ જરૂરી છે. અમિત શાહે તેમના સંબોધનમાં કહૃાું હતું કે, સહકારી મંડળીના લોકો કોઈ પરિપત્ર નથી જોતા, કોઈ પણ મુશ્કેલી આવતા મદદ માટે તૈયાર થઈ જાય છે. સહકારી મંડળીઓ પૂર હોય, સાઈક્લોન હોય કઈ પણ મુશ્કેલી હોય તેઓ મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. સહકારી મંડળીઓના ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. ગૃહમંત્રી અમિત શાહે કહૃાું છે કે, સહકારી મંડળીઓ સાથે ૩૬ લાખ કરોડ પરિવારજનો જોડાયેલા છે. સહકારી મંડળીઓના ઉદ્દેશ હોય છે સૌને સાથે લઈને ચાલવું. તે ભારતના સંસ્કારોમાં છે. સહકાર સમૃદ્ધિનો નવો મંત્ર છે. હવે સહકારી મંડળીઓનું વિસ્તરણ કરવું જરૂરી છે. બધાએ સાથે મળીને એક લક્ષ્યને મેળવવા માટે સાથે મળીને કામ કરવાનું છે. તેમણે કહૃાું કે, ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી કરવા માટે હવે સહકારી મંડળીઓ પણ દેશને મદદ કરશે. સહકારી આંદૃોલન ભારતના ગ્રામીણ સમાજની પ્રગતિ પણ કરશે અને નવી સામાજિક મૂડીનો કોન્સેપ્ટ પણ તૈયાર કરશે.