કેન્દ્ર સરકાર દ્વારા ભારતથી કેનેડાની સીધી લાઇટને લીલીઝંડી

 

કેનેડાની સરકારના નિર્ણયને આવકારતા કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશ્ર્નર અજય બિસરિયાએ કહૃાું હતું કે બંને દેશો વચ્ચેની હવાઇ મુસાફરીને હળવી અને સામાન્ય બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું છે. પ્રતિબંધ ઉઠી જતાં હવે એર કેનેડા અને એર ઇન્ડિયા દિલ્હીથી ટોરન્ટો અને વેનકુંવરની ૨૭ સપ્ટેમ્બરથી દૈનિક સીધી લાઇટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દૃીધી હતી. જો કે કોઇ ત્રીજા દેશમાં થઇને ઇન્ડાયરેક્ટ રૂટના માર્ગે કેનેડા જતાં મુસાફરોએ ત્રીજા દેશમાઁથી કોરોના નેગેટિવ રિપોર્ટ કઢાવેલો હોવો જોઇશે.ભારતથી આવી રહેલી સીધી લાઇટ ઉપર છેલ્લા પાંચ મહિનાથી મૂકેલા પ્રતિબંધને ઉઠાવી લેતાં કેનેડાની સરકારે કહૃાું હતું કે ભારતથી આવનારી તમામ સીધી લાઇટને સોમવારથી કેનેડાના એરપોર્ટ ઉપર ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે. સરકારના નિર્ણયની જાહેરાત કરતાં કેનેડાના પરિવહન મંત્રીએ શનિવારે એક ટ્વિટ કરીને કહૃાું હતું કે  ૨૭ સપ્ટેમ્બરના ૦૦.૦૧ કલાકથી ભારતથી આવનારી તમામ સીધી લાઇટને જાહેર આરોગ્યના તમામ જરૂરી પગલાંનું પાલન કરવાની શરતે કેનેડાના તમામ એરપોર્ટ ઉપર ઉતરવાની મંજૂરી આવે છે. કેનેડાની મુલાકાતે આવનારા મુસાફરે વિમાનમાં બેસવાના ૧૮ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ ઉપર માન્ય રખાયેલી લેબોરેટરીમાંથી કઢાવેલો કોરોનાનો નેગેટિવ રિપોર્ટનો પૂરાવો રજૂ કરવાનો રહેશે એમ મંત્રીએ તેમના ટ્વિટમાં ઉર્મ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી ત્યારે કેનેડાની સરકારે કેનેડાથી ભારતની આવતી અને જતી એમ તમામ પ્રકાર લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દૃીધો હતો. ત્યારબાદ કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લેવા અનેકવાર તારીખની જાહેરાત કરી હતી પરંતુ અનેક કારણોસર તે તારીખોમાં બદલાવ કરાયો હતો.