ઈશાન ખટ્ટરની આવતા વર્ષે ફિલ્મ થશે રિલીઝ

 

અભિનેતા ઇશાન ખટ્ટર છેલ્લે ખાલીપીલી નામની ફિલ્મમાં જોવા મળ્યા પછી હવે ઇશાને નવી ફિલ્મનું શુટીંગ શરૂ કર્યુ છે. તે વોર ફિલ્મ ’પિપ્પા’માં કામ કરી રહૃાો છે. શૂટીંગ શરૂ કર્યું છે. રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મનું શુટીગ અમૃતસરથી શરૂ થયું હતું. ફિલ્મમાં ઇશાન બ્રિગેડીયર બલરામિંસહ મહેતાનું પાત્ર ભજવી રહૃાો છે. તેની સાથે આ ફિલ્મમાં સોની રાઝદાન, મૃણાલ ઠાકુર અને પ્રિયાંશુ પેન્યુલી પણ કામ કરી રહૃાાં છે. ફિલ્મના ડિરેકટર રાજા ક્રિષ્ના મેનને કહૃાું હતું કે  અદ્દભુત સ્ટારકાસ્ટ અને ક્રુ સાથે ફિલ્ડ પર જવા માટેનો ઉત્સાહ અનેરો હતો. દેશભકિત અને બહાદુરીની આ સ્ટોરીને સ્ક્રીન પર દર્શકો સામે લાવવા માટે હું ખૂબ જ આતુર છું. ફિલ્મને આવતા વર્ષે થિએટરમાં રિલીઝ કરવામાં આવશે. ઇશાન અત્યાર સુધીમાં વાહ લાઇફ હો તો ઐસી, ઉડતા પંજાબ, હાફ વીડો, બેયોન્ડ ધ કલાઉડસ, ખાલીપીલી સહિતની ફિલ્મો કરી ચુકયો છે. તેની ફિલ્મ ફોનભૂત પણ આવી રહી છે.