આજનું રાશિફળ : આંદોલનોને હળવાશથી લેવા ભૂલ ભરેલું ગણાશે

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે

અગાઉ લખ્યા મુજબ ગુરુ મહારાજના નીચસ્થ થવાથી ગુરુપ્રભાવી વ્યક્તિ એટલે કે ધર્મગુરુઓ, ટ્રસ્ટીઓ, સંસ્થાઓ,શિક્ષકોને તકલીફ પડતી જોવા મળે તે મુજબ કાશ્મીરમાં અતિ નિંદનીય બનાવમાં એક આચાર્ય અને એક શિક્ષકને ગોળી મારી દેવામાં આવી છે. અત્રે એ પણ લખેલું હતું કે આ સમયમાં આતંકીઓ વધુ વારદાત કરતા જોવા મળશે અને હજુ પણ કાશ્મીરની બહાર પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા જોવા મળશે વળી ધાર્મિક સંસ્થાઓ પણ ગુરુની અસરમાં આવતી હોવાથી ધાર્મિક સ્થળોએ પણ ખુબ ચોક્સી વધારવાની જરૂર રહેશે. આ ઉપરાંત સૂર્ય મહારાજ પણ નીચસ્થ થવા જઈ રહ્યા છે. સૂર્ય સત્તાધીશો, ઉચ્ચ અધિકારીઓના કારક છે જેથી આગામી સમયમાં સત્તાધીશોને અને ઉચ્ચ અધિકારીઓને તકલીફ પડતી જોવા મળે અને ઘણા પરિવર્તન પણ જોવા મળે. અગાઉ લખ્યા મુજબ અનેક જગ્યાએ આંદોલનો પણ તેજ થતા જાય છે જેને હળવાશથી લેવા ભૂલ ભરેલું ગણાશે!! આજે બીજું નોરતું છે. બીજા નોરતે માં બ્રહ્મચારિણીની આરાધના થાય છે. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે. માતા બ્રહ્મચારિણીએ દેવીનું તપસ્વી સ્વરૂપ છે. જે દેવી સતત તપમાં રત છે તે માતા એટલે માં બ્રહ્મચારિણી. જે મિત્રો સાધના માર્ગે આગળ વધવા ઈચ્છે છે તેમને માં બ્રહ્મચારિણીની આરાધના કરવી જોઈએ અને ખાસ તેમના જપ માળાથી જ કરવા જોઈએ. પરંતુ આ તપ કલ્યાણ માટે હોવું જોઈએ નહિ કે દુન્યવી સુખ માટે! જન્મકુંડળીમાં મંગળ અને કેતુ જેવા ગ્રહનો દુષ્પ્રભાવ માં બ્રહ્મચારિણીની આરાધનાથી દૂર કરી શકાય છે.