અમરેલીની જનતાનું નગરપાલિકા સાથેનું ડિઝીટલ જોડાણ

અમરેલી, આજે અમરેલીમાં પાલિકા દ્વારા યોજાયેલા પંચામૃત કાર્યક્રમમાં લોન્ચ કરાયેલ મહત્વની એપએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ એપના માધ્યમથી અમરેલીની જનતાનું અમરેલી નગરપાલિકા સાથેનું ડિઝટલ જોડાણ થઇ રહયું છે શહેરના સિનિયર સીટીઝન માટે નગરપાલિકા સંલગ્ન કામો ઘેરબેઠા કરાવવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે એપ ગુગલ પ્લેસ્ટોર ઉપરથી amreli city લખી ડાઉનલોડ થઇ શકશે શહેરમાં ન.પા સ્તરે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ સુંદર પ્રયાસ કરાયો છે નગરપાલિકા દ્વારા સંચાલિત કોવિડ ડેશબોર્ડનાગરિકો નગરપાલિકા સંલગ્ન ફરિયાદ – સૂચનો આ ડિઝટલ માધ્યમ દ્વારા નોંધાવી શકે ,પોતાની ફરિયાદનું સ્ટેટસ sms દ્વારા જાણી શકે અને નગરપાલિકા દ્વારા એ ફરિયાદોનું ટ્રેકિંગ-મોનિટરીગ- નિવારણ થાય એવો ઇનોવેટિવ પ્રયાસ કરાયો છે.શહેરમાં પાણીવિતરણ સમય ની જાણકારી તથા સ્વચ્છતા- પર્યાવરણ- જળસંચય જેવા વિષયો ઉપર લોક જાગૃતિ અભિયાન અને નગરપાલિકાના વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવા તથા શહેરના નાગરિકની કેવી ફરજો હોય છે તેના વિશે માહિતી અને માર્ગદર્શન સાથે વિવિધ સૌને સ્પશર્તી સરકારી યોજનાઓની માહિતીઓ અને અમરેલી શહેર વિશે ટૂંકી માહીતી આપવામાં આવી છે અમરેલીની કર્મયોગ કન્સલટન્સી દ્વારા તૈયાર કરાયેલ આ એપ ગુગલ પ્લેસ્ટોર ઉપરથી amreli city  લખી ડાઉનલોડ કરાશે.