સોમ કમલમ : સતત ચાર દિવસની મહેનતથી બનાવ્યું અભુતપુર્વ ભાજપ કાર્યાલયનું મોડલ

અમરેલી,
આઇડીયા અને ટેકનીકલ રીતે અભુતપુર્વ સુઝબુઝ ધરાવતા હોવાને કારણે અમરેલીના અબ્દુલ કલામ કહેવાતા અમરેલીના મહીલા ગૃહ ઉદ્યોગવાળા શ્રી વિઠઠલભાઇ બાંભરોલીયાએ ગીર સોમનાથ જિલ્લા ભાજપ માટે બે કમળને જોડી અને પાંચ માળના કાર્યાલય સોમ કમલમનું મોડલ તૈયાર કર્યુ છે.
જોવા વાળા જોતા જ રહે તેવી કારીગીરી સાથ બે કમળને જોડી અને પ્રથમમાં ત્રણ માળ તથા બીજામાં પાંચ માળ ધરાવતા આ મોડલનું ભાજપ કાર્યાલય દેશમાં સૌ પ્રથમ વખત બનવાનું છે અને તેના ખાતમુર્હુત માટે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સીઆર પાટીલ નવમીએ સોમનાથ ખાતે આવી રહયા હોવાનું જાણવા મળેલ છે.બે કમળની ડીઝાઇનને જોડવાનો પ્રથમ પ્રયાસ થયો છે અને બહાર ફેલાયેલી કમળની પાંખડીઓ નીચે પાર્કીંગની વ્યવસ્થા કરાનાર છે આ ડીઝાઇન સોમનાથ મંદિરની ડીઝાઇન ઉપરથી પણ કમળમાં સતત ચાર દિવસ જાગી અને બનાવી હોવાનું શ્રી વિઠલભાઇએ જણાવ્યું હતુ.