અમરેલી શહેરના કાપડનાં અગ્રણી વેપારી શ્રી વરૂમલભાઇ ટીલવાણીનું નિધન : ઘેરો શોક

  • અમરેલીનાં કાપડનાં અગ્રણી વેપારી લાભમ રેમન્ડ વાળા શ્રી વરૂમલભાઇનું સુરત ખાતે નિધન : સદ્દગતની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં વેપારીઓ જોડાયાં

અમરેલી,
અમરેલીનાં જાણીતા અગ્રણી વેપારી અને લાભમ રેમન્ડવાળા શ્રી પ્રકાશભાઇ, તારાચંદભાઇ, પ્રદિપભાઇ, નરેશભાઇ અને બલરાજભાઇ ટીલવાણીનાં પિતાશ્રી વરૂમલભાઇ ગુરૂનોમલ ટીલવાણીનું તા.8નાં રોજ અવસાન થતા અમરેલી અને સુરતમાં ઘેરા શોકની લાગણી ફરીવળી છે.
અમરેલીનાં સરળ સ્વભાવનાં વેપારી અગ્રણી શ્રી વરૂમલભાઇનું સુરત ખાતે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં વેપારીઓ જોડાયાં હતાં. પાલનપુલથી નિકળેલી અંતિમ યાત્રા જહાંગીરપુરા સ્મશાન ભુમી પહોંચી હતી. ત્યાં શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં છે.
શ્રી ટેકચંદભાઇ ટીલવાણી, શ્રી લક્ષ્મણભાઇ ટીલવાણી, સ્વ.વેદોમલભાઇ ટીલવાણી અને શ્રી રમેશભાઇ ટીલવાણીનાં ભાઇ થતા હતાં. તેમજ લાભમ રેમન્ડવાળા શ્રી પ્રકાશભાઇ ટીલવાણી, શ્રી તારાચંદભાઇ ટીલવાણી, શ્રી પ્રદિપભાઇ ટીલવાણી, શ્રી નરેશભાઇ ટીલવાણી, શ્રી બલરાજભાઇ (ચકાભાઇ) ટીલવાણીનાં પિતાશ્રી અને શ્રી હર્નિશભાઇ ટીલવાણીનાં દાદાનું નિધન થતા સિંધી સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.