ગુજસીટોકના આરોપીને સવલત : પીએસઆઇ સસ્પેન્ડ

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય પાસે વિડીયો શુટીંગ પહોંચ્યુ અને તેમણે કરેલી ઇન્કવાયરીમાં વિગતો બહાર આવી 
  • રાજકોટથી રાજુલા કોર્ટ મુદતમાં આવેલ ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુને દોલતીમાં તેમના પરિવાર સાથે મળવાની સવલત આપવાનો વિડીયો ઉતારી એસપીને મોકલાયેલ
  • કેદીને સુવિધા આપનાર પીએસઆઇ ગઢવી અને બે પોલીસ કોન્સટેબલ સામે રાજકોટ પોલીસ કમિશ્નરને શ્રી નિર્લિપ્ત રાયએ રિપોર્ટ કરતા તેમણે ત્રણેયને સસ્પેન્ડ કર્યા

અમરેલી,
રાજકોટ જેલમાં રહેલા અમરેલી જિલ્લાના ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુને રાજુલા કોર્ટમાં મુદત માટે લઇ જનાર રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી.ગઢવી તથા બે પોલીસ કોન્સટેબલ શૈલેષના ગામ દોલતી ખાતે લઇ ગયા હતા અને તે અંગેનો વિડીયો એસપીશ્રી નિર્લિપ્ત રાય સમક્ષ પહોંચતા તેમણે આ બનાવ અંગે તપાસ કરતા આ વિડીયો સાચો જણાયો હતો અને ગુજસીટોકના આરોપીને રાજકોટ પોલીસે સવલત આપી હોવાનું જણાતા તેમણે રાજકોટ કમિશ્નરને આ ઘટના અંગે રિપોર્ટ મોકલતા તેના આધારે રાજકોટ પોલીસ કમિશ્નરે પીએસઆઇ એમ.વી. ગઢવી તથા બંને કોન્સટેબલોને તાકિદની અસરથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળેલ છે.