આજનું રાશિફળ : પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા માલ પર સખ્તાઈ વધી છે

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

અગાઉ લખ્યા મુજબ આટઆટલા ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ પકડાયા પછી પગલાં લેવાયા છે અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા માલ પર સખ્તાઈ વધી છે. ભારતમાં ઉભા થતા ઘણા બધા મુદ્દાઓના તાર સરહદપાર થી જોડાતા હોય છે જે હવે સામાન્ય નાગરિક પણ સમજે છે. ગોચર ગ્રહોની અસરમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધ્યા છે તો કોલસાની કિલ્લત શરુ થઇ છે. પૃથ્વીતત્વના અસંતુલન વચ્ચે અનેક જગ્યાએ નાના મોટા ભૂકંપના સમાચાર આવી રહ્યા છે જે વિષે હું અગાઉ જણાવી ચુક્યો છું જયારે જળતત્વમાં કેતુ અને શુક્ર છે એ દરમિયાન અમેરિકાના ટોપ નેવી કમાન્ડર આપણા નેવી ચીફને મળ્યા છે અને દરિયાઈ સુરક્ષા વિગેરે બાબતોમાં વાટાઘાટો થઇ છે જે હાલના સમયમાં બહુ સૂચિત છે કેમ કે હાલ ચીનની દરિયા પર મેલી નજર છે માટે આ જરૂરી પણ છે. આજે બુધવારને આસો સુદ આઠમ, દુર્ગાષ્ટમી,મહાષ્ટમી, હવનાષ્ટમી છે. આજે માં મહાગૌરીની સાધના કરવામાં આવે છે. માં મહાગૌરીને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર અને આભૂષણ શ્વેત છે. જયારે જન્મકુંડળીમાં રાહુને લગતી તકલીફ હોય ત્યારે માં મહાગૌરીની સાધના કરવામાં આવે છે. માં ને ચંદન ચડાવી આરાધના કરવાથી રાહુ શાંત થાય છે.