અમરેલી પંથકમાં વેરી થયો વરસાદ : ખેડુતો પાયમાલ

  • મગફળીના પાક ઉપર ત્રાસવાદીની જેમ ત્રાટકતો વરસાદ

અમરેલી,
અમરેલી તાલુકાના પીઠવાજાળ, રાજસ્થળી, સરંભડામાં સુપડાધારે મેઘમંડાણ થતા ખેડુતો પાયમાલ થઇ રહયા છે અને ખેતીપાકોને વ્યાપક નુકશાન થતા મોં એ આવેલ કોળીયો છીનવાય તેવી સ્થિતી સર્જાઇ છે આજે બાબરાના ઉંટવડ વિસ્તારમાં તથા અમરેલીના પીઠવાજાળ, રાજસ્થળી, સરંભડામાં આજે સાંજના સમયે એકાએક વરસાદ પડયો હતો સુપડાધારે વરસાદ પડતા મગફળી, કપાસ સહિત ખેતીપાકોને વ્યાપક નુકશાન થાય તેવી દહેશત વચ્ચે ખેડુતોના મોં એ આવેલો કોળીયો છીનવાય જાય તેવી સ્થિતી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતીમાં હાલ ખેડુતો પાયમાલ તરફ જઇ રહયા હોય તેમ હવે મેઘરાજા ખમૈયા કરે તો સારૂ કહેવાય.વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બપોર બાદ વરસાદ દે ધનાધન તોફાની પવન સાથે પડી રહ્યો છે ત્યારે આજે પણ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જો કે હવેતો લોકો નવરાત્રી મા માતાજી ને પ્રાથના કરેછે કે હવે ખમૈયા કરો એક તરફ ખેડૂતો ઉભા પાકને મગફળી ને ઉપાડવામાં લાગ્યા છે તો બીજી તરફ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લેતો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો મગફળીના પાથરા પણ પાણીમાં પલાળી તણાય છે