રાજુલાની ઘાણો નદીમાં આધેડ ડૂબી જતાં શોધી કાઢવા શ્રી હીરાભાઇ સોલંકીએ નદીમાં ઝંપલાવ્યું પણ લાશ મળી

રાજુલા ,
રાજુલા શહેરમાં આવેલ ઘાણો નદી માં સાતાભાઈ ભાણાભાઈ ઉંમર 75 રેહવાસી રાજુલા નદીમા ડૂબી જતા સ્થાનીક લોકો દ્વારા પાલિકા અને ધારાસભ્ય ને જાણ કરતા પાલિકા ફાયર ટીમ દોડી આવી અને શોધખોળ કરાય હતી જોકે આ ઘટના બાદ પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી ને જાણ થતા હીરાભાઈ સોંલંકી અને તેમના તરવૈયા ટીમ સાથે દોડી આવ્યા આ ઘાણો નદીમાં ચારે તરફ પાણીનો મોટો પ્રવાહ હતો જેના કારણે લોકો ચિંતિત હતા આધેડ મળતા ન હતા આ વાતાવરણ જોય સરકારના પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકી પોતે આ નદીમાં વૃદ્ધને શોધવા માટે જંપલાવ્યું થોડીવાર માટે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા જોકે હીરાભાઈ સોલંકી જ્યારે કોઈ પણ આ રીતે ડુબ્યુ હોય છે તેવા સમયે સિક્યુરિટી કમાન્ડો ને દૂર મૂકી જાતે જીવના જોખમે પાણીમાં પડે છે 3 કલાક સુધી શોધખોળ ચાલી અંતે સામા કાંઠે થી સાતાભાઈ ભાણાભાઈ ચાવડાની લાશ મળી આવી લાશ જે સ્થાનીક લોકો દ્વારા બહાર કઢાય હતી જોકે થોડીવાર માટે અહીં પરિવાર સહિતના લોકો ચિંતામાં મુકાયા હતા સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનીક નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા,સદસ્ય કનુભાઈ ધાખડા, સહિત પાલિકા ફાયર ટીમ સાથે અહીં મદદ માટે દોડી આવયા હતા સામાજિક કાર્યકરો પણ દોડી આવ્યા હતા પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકી એ કહ્યું હું જાફરાબાદ હતો મને જાણ થય એટલે હું અને મારા ટીમ છોકરાવ ને લઇ પોહચયો ઘણી મહેનત કરી બહાર કાઢવા માટે પરંતુ મૃત હાલતમાં મળી આવ્યા જેનું દુ:ખ છે હું એક નહિ ઘણા બધા લોકો મદદ માટે દોડી આવ્યા હતા તે સારી બાબત છે આવા સમયે સૌવ એ જેટલી મદદ થાય એટલી કરવી જોઈએ.