ટીંબીના યુવાને સરકેશ્ર્વર મહાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લેતા મોત

અમરેલી,
જાફરાબાદ તાલુકાના વઢેરા સરકેશ્ર્વર મહાદેવ મંદિર નજીક ટીંબી ગામના દિપકભાઇ રામભાઇ મકવાણા નામનો યુવાન સને 2014થી 2017 સુધી ખીમજી રામદાસ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.ત્યારે મરણ જનાર દિપકભાઇએ તેના ભાઇ સંદીપભાઇ રામભાઇ મકવાણાને વાત કરેલ કે આ કંપની ખીમજી રામદાસ ઇન્ડિયા પ્રા.લીમી.કંપનીના મેનેજરે મારી ઉપર ખોટી ફરિયાદ કરી રૂા.6,70,000નો ખોટો આરોપ મુકી મને ફસાવેલ છે કંપનીમાં સાથે કામ કરતા ચોૈહાણ રાહુલ વજુભાઇ રહે.ઉના, શબ્બીર સેૈયદ રહે.વેરાવળ, નિશાંત કાનાભાઇ કોઠારી રહે.રાજકોટવાળાઓ પેૈસા આપી દેવા માટે દબાણ કરી ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી મરી જવા મજબુર કરતા ઝેરી દવા પી જતા મોત નિપજતા ત્રણેય આરોપીઓ સામે સંદીપભાઇ મકવાણાએ જાફરાબાદ પોલીસ મથકમાં ્ફરિયાદ નોંધાવી છે.