કુંડલાના થોરડીમાં ખાનગી ભરડીયામાં બેફામ બ્લાસ્ટીંગ:તાર તુટતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો

  • જેટકો દ્વારા બ્લાટીંગના મામલે ફરિયાદ શા માટે ન થઇ ? : અનેક પ્રકારની અટકળો : ગાંધીનગરથી ફલાંઇગ સ્કવોર્ડ તપાસ કરે તો ખનીજચોરી ઝડપાશે

અમરેલી, સાવરકુંડલા તાલુકાના થોરડીમાં ખાનગી ભરડીયામાં બેફામ બ્લાસ્ટીંગને કારણે વીજતાર તુટતા પાંચ કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો ગયો હોવાનુ જાણવા મળેલ છે અને તેમા પણ એક નવાઇજનક બાબત એ સામે આવી હતી કે, જેટકો દ્વારા બ્લાટીંગના મામલે ફરિયાદ શા માટે ન થઇ ? તેને લઇને અનેક પ્રકારની અટકળો આ વિસ્તારમાં ચાલી રહી હોય અને અહી કુદરતે પુષ્કળ પ્રમાણમાં ખનીજ સંપતી આપી છે તેમા સર્વે નં.241 પૈકી 1ની જમીનમાં કરોડોની ખનીજ સંપતી મંજુરી સીવાયની જમીનમાંથી ઉઠાવતી હોવાની વખતો વખત લોક ફરિયાદો થઇ છે કોંગ્રેસ હોય કે ભાજપ, ખનીજચોરોને કાયમ લીલાલહેર કોની મહેરબાનીથી ? તેવા સવાલ વચ્ચે જો ગાંધીનગરથી ફલાંઇગ સ્કવોર્ડ તપાસ કરે તો મોટી ખનીજચોરી ઝડપાશે તેમ મનાય રહયું છે.