અમરેલી જિલ્લામાં આજે મધરાતથી એસટીના પેૈડા થંભી જશે

  • એસટી કર્મચારીઓની માંગણીઓ પરત્વે સરકાર દ્વારા કોઇ લક્ષ્ય ન અપાતા રાજયભરના એસટી કર્મીઓ આંદોલનના માર્ગે

અમરેલી,
તહેવારોના સમયે જ એસટીના યુનિયનો દ્વારા આપવામાં આવેલા અચોસ મુદ્દતના હડતાલના કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના 1600 એસટી કર્મચારીઓ જોડાશે જેના કારણે તા.20ની મધરાતથી તમામ એસટી બસના પેૈડા થંભી જશે. આ મુદ્દે આજે એસટી કર્મચારીઓ દ્વારા ઘંટારવ તથા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતો આપતા એસટી યુનિયનના વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે, એસટી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા, કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા, બોનસ, સાતમું પગારપંચ સહિતના વિવિધ પ્રશ્ર્ને તમામ યુનિયનો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને કેટલાક સમયથી સતત આંદોલનાત્મક કાર્યક્રમ ચાલી રહૃાો છે. જેમાં આજે અમરેલી એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓ દ્વારા ઘંટારવ કરીને સ્ાૂત્રોચ્ચાર કરાયો હતો અને તંત્રને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.આંદૃોલનના કાર્યક્રમ મુજબ જો સરકાર માગણી નહીં સ્વીકારે અને કોઈ સમાધાન નહીં થાય તો તા. 20ની મધરાતથી એટલે કે બુધવારે રાત્રીના 12 વાગ્યાથી તમામ એસટી બસોના પેૈડા થંભી જશે. અમરેલી એસટી ડિવિઝનમાં કામ કરતા તમામ 1600 કર્મચારીઓ આ હડતાલના કાર્યક્રમમાં જોડાશે. આના કારણે ડિવિઝનમાં કુલ 3પ0 બસોના પેૈડા થંભી જશે.
આનાથી એક દિવસમાં કુલ 1420 ટ્રીપો રદ્દ થશે અને અમરેલી એસટી ડિવિઝનને સંચાલન બંધ રહેવાના કારણે એક દિવસમાં રુ. 30 લાખની ખોટ જાય છે. સમાધાન ન થાય તો બુધવારે રાતે 1ર વાગે જ્યાં હોય ત્યાં નજીકના ડેપોમાં બસ થંભાવી દેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે.