રાજુલા શહેરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો બોલ્યા શાસકોને શરમ જ નથી, કેટલીક વખત રજૂઆતો પણ કરવી

રાજુલા,અમરેલી જિલ્લામાં આવેલ અતિ મહત્વ નું રાજુલા શહેર જ્યાં આસપાસ દેશ વિદેશ ના મહાકાય ઉધોગો ધમધમી રહ્યા છે તે વિસ્તાર 98 રાજુલા વિધાનસભા વિસ્તાર આવેલો છે અહીં શહેરમાં કોંગ્રેસ સાશીત નગરપાલિકા છે અહીં બહુમતી કોંગ્રેસની છે મોટાભાગના કોંગ્રેસના સદસ્યોને રાજુલા શહેરમા પ્રથમ વખત લોકોએ છુટી ઇતિહાસ સર્જી દીધો હતો એજ પ્રજા આજે ત્રાહિમામ પોકારી ઉઠી છે રાજુલા શહેરમાં હાલમાં ગંભીર સમસ્યા ગટરની બનતી જાય છે 1 અઠવાડીયામાં 4 વખત ગંદા પાણી ઉભરાય છે અને પીવાના પાણીના સંપ માંથી પાણી સતત ઉભરાય છે જે અણ આવડત અને વહીવટ કથળી ખાડે જવાના કારણે શહેરીજનો અને પ્રજા અતિ મુશ્કેલીમાં મુકાય ગઈ છે. રાજુલા શહેરમાં શ્રીજીનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાયા જાણે દ્રશ્યો જોતા તમને ચોમાસાના પાણી લાગશે પરંતુ આ પાણી ગટરના ગંદા પાણી છે જેના કારણે મછરનો ઉપદ્ર પણ વધી રહ્યો છે રોગચાળા ને આમંત્રણ અપાતું હોવાનુ સામે આવી રહ્યું છે બીજી તરફ આ વિસ્તારના લોકો વાંરવાર રજૂઆતો પાલિકામાં કરી રહિયા છે પરંતુ કોઈને પેટ નું પાણી હલતું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે રહીશો આ ગંદા પાણી માંથી પસાર થવાના કારણે અનેક લોકો તાવ શરદીમા વાયરસ મા આવી રહ્યા છે આવી જ રીતે બાવળીયાવાડી અને ધારનાથ સોસાયટી વચ્ચે આવેલ કોટેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં પાણી સતત ભરાયેલા રહે છે કોઈ નિરાકણ આવતું નથી આવીજ રીતે સ્લાટ વાડા વિસ્તાર ભેરાઈ રોડ સહિત બીડી કામદાર વિસ્તારમાં ગંભીર સમસ્યા બની છે રાજુલા કોંગ્રેસ શાસિત પાલિકા અનેક વખત વિવાદોમાં આવી છે ત્યારે રાજુલા કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં શાસન પર આવતા અનેક વખત સતા માટે ખેંચતણો સર્જાય છે જેના કારણે અત્યાર સુધીમાં 5 થી વધુ વખત પ્રમુખ બદલાય ચુક્યા છે જેના કારણે પ્રજામાં ભારે કસવાટ ઉભો થયો છે જ્યારે અહીં શ્રીજી નગર વિસ્તારમાં 15 વર્ષ કરતા વધુ વર્ષોથી આ સમસ્યા છે.અહીં 15 વર્ષ કરતા વધુ વર્ષો થી સમસ્યા છે મહત્વની વાત એ છે અહીં ભાજપ કોંગ્રેસ બંને મહત્વની પાર્ટી સતા સ્થાને બેસી ચુકી છે પરંતુ આ સમસ્યા હલ કરી શકી નથી દર વખત બંને પાર્ટીના લોકો આ સમસ્યા મુદ્દે માત્ર સર્ચા વિચારણા કરે છે પરંતુ કોઈ કાયમી નિકાલ લાવવા માં હજી સુધી સફળ થયું નથી.