વડિયાના છેવાડા ના ગામ હનુમાન ખીજડીયા ને જોડતા રસ્તા નુ કામ એક વર્ષથી મંજુર પણ શરુ થતુ નથી, બિસ્માર રસ્તાથી કંટાળી ડીડીઓ ને લેખિત રજુવાત

  •  હનુમાન ખીજડીયા -ચારણીયા રોડ ગેરંટી પિરિયડ માં હોવા છતા કામ શરુ થતુ ના હોય તપાસ કરવી જરૂરી
વડિયા
આમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ના છેવાડા ના ગામ હનુમાન ખીજડીયા ગામનો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલત માં છે. ભારે વરસાદ ના કારણે આ રસ્તો સંપૂર્ણ ધોવાતા હાલ સંપૂર્ણ બિસ્માર હાલત માં છે.આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુવાત કરતા રક વર્ષ પહેલા વડિયા થી હનુમાન ખીજડીયા રોડ મંજુર કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામ શરુ કરવા માટે એક વર્ષમાં ત્રણ વાર રજુવાત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કામ ચાલુ થયુ નથી અને વાહન ચાલકલોકો,ખેડૂતો  આ બિસ્માર રસ્તામાં અનેક વાર ગોથા મારતા જોવા મળ્યા છે. ત્યારે અકસ્માત ની સંખ્યા માં પણ વધારો થયો છે. આ ઉપરાંત હનુમાન ખીજડીયા થી ચારણીયા નો રોડ બે વર્ષ પેહલા બન્યો હતો જે ત્રણ વર્ષના ગેરંટી પિરિયડ માં હોવા છતાં આ  રોડ પણ બિસ્માર બન્યો છે. તો ગેરંટી પિરિયડ ના રોડ નુ કામ પણ રજુવાત કરવા છતાં શરુ થતું ના હોય આ બાબતે યોગ્ય તપાસ ની માંગણી કરાઈ છે. અમરેલી જિલ્લા કિસાન કૉંગેસ ના પ્રમુખ અને હનુમાન ખીજડીયા ગામના સરપંચ સત્યમ મકાણી ના જણાવ્યા અનુસાર આ બિસ્માર રોડ ના કામ શરુ કરવા જિલ્લા વિકાસ અધિકારી અને માર્ગ મકાન વિભાગ ના નાયબ ઈજનેર ને લેખિત રજુવાત કરાઈ છે. અગાવ પણ ત્રણ વાર રજુવાત કરાઈ હતી. પરંતુ તંત્ર ના ધ્યાને લોકોની સમસ્યા સાંભળાતી ના હોય જો દિવસ દસમાં આ બંને રસ્તાની કામગીરી શરુ કરવામાં નહિ આવે તો ગામલોકો ને સાથે લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની શરૂવાત કરવાની ફરજ પડશે. તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે આ અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામ ના રસ્તાનો વિકાસ એક વર્ષથી મરી પરવાડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.