ભારત અને ચીનના સબંધ વધુ બગડતા જોવા મળે

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

અગાઉ લખ્યા મુજબ નવેમ્બરમાં શેરબજાર નીચે પટકાયું છે તો બીજી તરફ ડ્રગ્સ નેટવર્કને લગતા નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણનું વિશેષ મહત્વ છે. સંવંત 2078નું પહેલું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે આવી રહ્યું છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કારતકી પૂનમને શુક્રવારે થવાનુ છે. જો કે આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં કોઈ પણ સ્થળે દેખાશે નહિ, તેથી પાળવાનું નથી. આ ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં પ્રારંભ થશે માટે વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં જન્મેલા લોકો માટે થોડું પ્રતિકૂળ ગણી શકાય. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયા, ઉત્તર યુરોપ, અમેરિકા, સ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 19 નવેમ્બર,2021 ના રોજ શુક્રવારે ભારતીય સમય અનુસાર સવારે 11 .32 વાગે પ્રારંભ થશે અને સાંજે 5.31 વાગે પૂર્ણ થશે. ગ્રહણનો કુલ સમય 5 કલાક 39 મિનિટ રહેશે. એ પછીનું ખગ્રાસ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થનાર છે એ પણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેતું નથી પરંતુ ટૂંકા સમયમાં આવતા આ બે ગ્રહણ વિશ્વ પર ઘણી અસર કરી જશે જેના ચિહ્નો અત્યારથી દેખાવા લાગ્યા છે અને અનેક દેશ ખુલીને આતંકવાદની સામે આવ્યા છે તો બીજી તરફ ચીન સાથે આપણે અતિ સંઘર્ષની સ્થિતિમાં આવી ગયા છીએ. ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કેતુ સાથે આવશે અને ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતમાં મંગળ પણ વૃશ્ચિકમાં આ યુતિમાં આવશે જે આગામી દિવસોને વિકટ બનાવે છે ખાસ કરીને ભારત ચીન અને ભારત પાકિસ્તાનના સબંધ વધુ બગડતા જોવા મળે અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થતી જોવા મળે વિશ્વમાં અનેક દેશ વચ્ચે અસંતુલન વધતું જોવા મળશે.