દિગ્ગજ લોકોના વિધાનોમાં વિરોધાભાષ જોવા મળે

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

આવતીકાલે 19 નવેમ્બરને શુક્રવારે ખણ્ડગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. આ ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થનાર છે, ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેતું નથી પરંતુ આ ગ્રહણની અસર વિશ્વમાં વિવિધ રીતે જોવા મળશે. આ ગ્રહણ પૃથીતત્વમાં થતું હોય કોઈ કોઈ જગ્યાએ ભૂકંપના હળવા અચકા અનુભવાતા જોવા મળે વળી આ ગ્રહણની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળે. આ ગ્રહણની ગ્રહો મુજબ અસર જોઈએ તો ટ્રાફિકજામની સમસ્યા થતી જોવા મળે. આતંકી વધુ સક્રિય થતા જોવા મળે તો વસ્તુની માંગ સામે પુરવઠાની કમી જોવા મળે. આ ગ્રહણ વૃષભ રાશિમાં થાય છે જે વાણીની રાશિ છે તેથી આ સમયમાં દિગ્ગજ લોકોના વિધાનોમાં વિરોધાભાષ જોવા મળે વળી મોટા લોકો બોલવામાં ચુકે અને ના કહેવાનું બોલી જાય તેવું બને વળી આ ગ્રહણ આવનારા વર્ષના અનેક પરિવર્તનનો સંકેત આપે છે જેમાં સરકાર વધુ કડક પગલાં લેતી જોવા મળે. ચંદ્ર માતાનો કારક હોય મોટી ઉંમરના બહેનોને તકલીફ પડતી જોવા મળે વળી ચંદ્ર કલ્પનાશીલતાનો કારક છે લાગણીનો કારક છે એટલે આ સમયમાં લાગણીશીલ વ્યક્તિઓને કોઈ ને કોઈ રીતે ઠેસ પહોંચતી જોવા મળે આ ખણ્ડગ્રાસ ચંદ્રગ્રહણની રાશિ મુજબની અસર આવતા અંકમાં જણાવીશ.