આગામી વર્ષ 2022 ઘણા શુભ સમાચાર લઇ ને આવી રહ્યું છે

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ કિસાન આંદોલનનો અંત આવ્યો છે. 2020ના નવેમ્બરમાં ચંદ્ર ગ્રહણ સાથે શરુ થયેલું આ આંદોલન 2021 ના નવેમ્બરમાં ચંદ્ર ગ્રહણ સાથે પૂર્ણ થયું છે. એ સમયે અત્રે અમે લખેલું કે ભારતમાં જલદ આંદોલન થશે તે પછી આ આંદોલન શરુ થયા હતા અને હવે ચંદ્ર ગ્રહણની સાથે સાથે તે પુર્ણાહુતી તરફ જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણથી શરુ થતી અસર બીજા ચંદ્ર ગ્રહણ કે તે પછીના ચંદ્ર ગ્રહણ સુધી ફેલાતી જોવા મળે છે વળી તેની અસર વિશ્વમાં અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે જોવા મળે છે. બે ગ્રહણ પછી શરુ થઇ રહેલા વર્ષ 2022ની વાત કરીએ તો વર્ષ પ્રવેશ કુંડળી મુજબ બારમા ભાવના સ્વામી ચોથે આવે છે જે બીજા દેશમાં રહેતા ભારતીયો દ્વારા દેશપ્રેમના અને વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે તથા વતન પરત ફરવું કે વતનમાં પ્રોજેક્ટ કરવા કે વતનના ઉત્થાન માટે કાર્ય કરવાની ભાવના દર્શાવે છે. ત્રીજા સ્થાને થતી નીચસ્થ ચંદ્ર સાથે મંગળ અને કેતુની યુતિ પાડોશી દ્વારા વધુ તકલીફ દર્શાવે છે તથા વર્ષ 2022 માં પણ સતત સંઘર્ષની સ્થિતિ સૂચવે છે જો કે કેન્દ્રમાં સૂર્ય અને શુક્ર ગુરુના ઘરમાં ઘણા નવા સંશોધન અને પ્રગતિના સૂચક છે તો મંગળની સ્થિતિ હથિયાર અને યુદ્ધ સામગ્રીમાં ભારતને આત્મનિર્ભર બનાવશે. વર્ષ પ્રવેશ કુંડળીમાં થતો કાલસર્પયોગ ભારતને અનેક મુશ્કેલીઓ પછી વિશ્વમાં મહાસત્તા બનવા તરફ લઇ જશે અને દુશ્મનોના હાથ હેઠા પડશે. વળી આ કુંડળીમાં કન્યા લગ્ન ઉદિત થતું હોય આરોગ્યની કાળજી રાખવી પડશે. એકંદરે આગામી વર્ષ 2022 ઘણા શુભ સમાચાર લઇ ને આવી રહ્યું છે.