ધારી, બગસરા, કુંકાવાવ, ચલાલા પંથકમાં કમૌસમી માવઠું

અમરેલી,
હવામાન વિભાગની આગાહીનાં પગલે અમરેલી જિલ્લાનાં ધારી, બગસરા, કુંકાવાવ, ચલાલા પંથકમાં કમૌસમી માવઠાનો વરસાદ પડતા રવિપાકોમાં ડુંગળી, લસણ, ધાણા, ચણા તેમજ કપાસનાં પાકને નુક્શાન થવાની સંભાવનાઓ છે. ધારી શહેરમાં પણ કમૌસમી વરસાદ પડ્યો હતો. ધારી તાલુકાનાં દલખાણીયા, ક્રાંગસા, ચાંચઇ, પાણીયા, આંબાગાળા, મીઠાપુર, ડાભાળી, જીરા સહિતનાં ગામોમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલા તાલુકાનાં હાથસણી, ધજડી, જીકીયાળી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમૌસમી વરસાદ પડ્યો હતો.