વીમા ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, શેરબજાર, આયાત-નિકાસ પર નકારાત્મક અસર

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

અગાઉ તા.29 ઓક્ટોબર અને 30 ઓક્ટોબરના અંકમાં એમ બે વાર લખ્યા મુજબ નવેમ્બરમાં શેર બજાર નીચે પડ્યું છે. ગોચરમાં બુધ મહારાજ વૃશ્ચિકમાં આવવા સાથે અત્રે લખ્યું હતું કે શેરબજાર માં ગિરાવટ આવશે. હાલના ગોચર ગ્રહોની વાત કરીએ તો સૂર્ય કેતુ અને બુધ વૃશ્ચિક રાશિમાંથી પસાર થઇ રહ્યા છે. બુધ અને કેતુ વૃશ્ચિકમાં સાથે હોવા થી બુધના પરિણામો કપાય છે એટલે કે વીમા ક્ષેત્ર , બેન્કિંગ ક્ષેત્ર, શેર બજાર, આયાત નિકાસ પર તેની નકારાત્મક અસર પડતી જોવા મળે. અને આ સમયમાં આ ક્ષેત્રોમાં નવા નિયમો આવે કે એવી બાબતો બને જેનાથી આ ક્ષેત્રોને સહન કરવાનું આવે વળી વસ્તુઓના ભાવમાં અચાનક અકારણ વધારો કે ઘટાડો નોંધાય. મારા વર્ષોના અવલોકનમાં મેં એ પણ જોયું છે કે બુધ અને કેતુ જયારે જન્મકુંડળીમાં સાથે હોય ત્યારે વ્યક્તિને અભ્યાસ દરમિયાન ડિગ્રી મેળવવામાં તકલીફ પડતી જોવા મળે છે અથવા અભ્યાસમાં બ્રેક આવતો જોવા મળે છે. મારા એક ક્લાયન્ટને મેં કહેલું કે તેમને અભ્યાસ માં બ્રેક આવશે. એ વ્યક્તિ અભ્યાસમાં ખુબ હોશિયાર હોવા છતાં સંજોગોવશાત તેમણે બ્રેક લેવો પડેલો અને ત્યારબાદ બુધ કેતુ બાબતે ચોક્કસ પ્રયોગ કર્યા બાદ તેના સારા અભ્યાસની શરૂઆત થઇ અને ત્યારબાદ કારકિર્દી પણ સારી બની. સૂર્ય અને કેતુ સાથે હોય તો પણ તે આત્મવિશ્વાસ માં કમી આપે છે આ યુતિ કોઈ પણ સ્થાનમાં થતી હોય તો પણ તે વ્યક્તિ હોશિયાર હોવા છતાં પોતાનું તેજ બતાવી શકતો નથી અને પરદા પાછળ રહી ને કામ કરતો જોવા મળે છે.