રાજુલાના નાના ભમોદ્રા પાસે અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું

અમરેલી, ગારીયાધારથી બાઇક લઇ આવતા એમપીના શ્રમીક ગુલાબભાઇ છગનભાઇ શીંગાડ તેના પત્નિ ભગડીબેન અને ભાણેજ પંકજ તા. 28/10 ના આવતા હતા. ત્યારે સાવરકુંડલા નાના ભમોદ્રા ચોકડી પાસે સામેથી કોઇ અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવી ગુલાબભાઇને માથામાં ગંભરી ઇજા કરતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જેમનું તા. 21/11 ના સારવાર દરમ્યાન મોત નિપજયાનું પત્નિ ભગડીબેને સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.