બાઢડાના વતની અને હાલ સુરત રહેતા લોખંડ સિમેન્ટના વેપારીએ પોતાની ગન વડે આપઘાત કર્યો

સુરત,
બાઢડાના વતની અને હાલ સુરત રહેતા લોખંડ સિમેન્ટના વેપારીએ કોઇ કારણોસર પોતાની લાયસન્સવાળી ગનથી ફાયરીંગ કરી આપઘાત કરી લીધાનો બનાવ બનેલ છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કતારગામના મહાદેવ નગર સોસાયટીમાં રહેતા બાલુભાઈ નાજા ભાઈ વાળા (ઉ.વ. 65) પલસાણામાં શ્યામ એન્ટરપ્રાઇઝ નામ ની સિમેન્ટ અને લોખડની એજન્સી ચલાવે છે. રોજ નિત્યક્રમ મુજબ આજે બાલુ ભાઈ પોતાના ધંધા ની જગ્યા એ આવ્યા હતા. કર્મચારી નાસ્તોવળી પરત આવતા બાલુભાઈએ પોતાની લાઇસન્સ ગન થી ગળાના ભાગેવગોળી મારી આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં કર્મચારીઓ બાલુકાકા ને નજીક ની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બાલુકાકા ના આપઘાત નું કારણ જાણી શકાયું ન હતુ. પલસાણા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે સુરત પોસ્ટ મોર્ટમ રૂમ બહાર સ્નેહી મિત્રો એ જણાવ્યું હતું કે શાંત અને પ્રેમાળ સ્વભાવ ના બાલુભાઈ શ્રીમંત હતા. દીકરાઓ બહાર ગામ ફરવા ગયા છે. અમરેલી સાવકૂદલા પાસેના બાઢડા ગામ ના રહેવાસી હતા. જમીન લે વેચના કામકાજ સાથે પણ સંકળાયેલા હતા. કોઈ આર્થિક સમસ્યા ન હતી. આપઘાત ને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સમાજ ના કોઈ પણ વ્યક્તિ બાલુભાઈ ના આપઘાત ની વાત ને માનવા તૈયાર નથી. પલસાણા બલેશ્વર ગામ ની સિમ માં કતારગામ ના એક વૃદ્ધ એ પોતાની રિવોલવોર માંથી ગોળી ચલાવી આત્મ હત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.