ચલાલાના મીઠાપુર ડુંગળીમાં પરીણિતા સહિત ત્રણના મોત

અમરેલી,

ચલાલાના મીઠાપુર ડુંગળી હરીધામ સોસાયટીમાં રહેતી સોનલબેનને પતિ ભરત મંછારામ દેવમુરારીએ અવાર નવાર મેણા મારી ત્રાસ આપી મરી જવા મજબુર કરતા પોતે શરીરે કેરોસીન છાંટી સળગતા મોટી દિકરી હિતાલી તેમને બચાવવા જતા તે પણ શરીરે આગ લાગતા સળગેલ અને નાની દિકરી ખુશી ઘોડીયામાં સુતેલ તે આગની લપેટમાં આવતા ઉંગળાઇ જતા માતા અને બે દિકરીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજેલ આ બનાવમાં સાસુ હંસાબેન કેશુદાસ નિમાવતે જમાઇ સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવની તપાસ પીએસઆઇ પીવી સાંખટ ચલાવી રહયા છે.