સાવરકુંડલા, મહુવા હાઇવે પર સિંહનું અકસ્માતે મોત નિપજાવી ફરાર થઇ ગયેલ આરોપી ઝડપાયો

અમરેલી,
તા. 22-11-21 ના રોજ વહેલી સવારે મળેલ માહિતી મુજબ અમરેલી જિલ્લા ના સાવરકુંડલા મહુવા હાઇવે પર નવા ગોરડકા બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક ઈસમ દ્વારા સિંહ નર નું રોડ અકસ્માત મા મૃત્યુ નિપજાવી વાહન સાથે ફરાર થઈ ગયેલ હતો. આ બાબતે શ્રી કપિલ ભાટીયા, ઇર્ખં સાવરકુંડલા, ગીર પૂર્વ વન વિભાગ અને તેમની ટીમ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે અંતર્ગત હાઇવે વિસ્તાર ના સીસીટીવી કેમેરાની તપાસ, અમરેલી પોલીસ કમાંડ કન્ટ્રોલ અને કચ્છ પૂર્વ વન વિભાગ ના સહકાર થી જાણવા મળેલ કે આ હિટ એન્ડ રન અકસ્માત હેવી વ્હિકલ ટ્રક નંબર ય્વ12મ્ઉ4651 દ્વારા ડ્રાઈવર રોશન સિંગ (ઉમર – 30 વર્ષ, રહેવાસી – જગપુરા રાજસ્થાન) થી થયેલ હતું. જે અનુસંધાને આજ રોજ તા. 25-11-21 ના આ ઈસમ ની વાહન સાથે અટક કરી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.