જન્મોજન્મના હિસાબકિતાબમાં ૠણાનુબંધન મહત્વનો ભાગ ભજવે છે

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

અગાઉ લખ્યા મુજબ જળતત્વની રાશિ વૃશ્ચિકમાં ગ્રહોનો મેળો ભરાઈ રહ્યો છે ત્યારે કમોસમી વરસાદ અનેક જગ્યાએ જોવા મળે છે વળી વાતાવરણમાં પલટા વિષે પણ અત્રે લખ્યું હતું. આ ઉપરાંત દરિયામાં અનેક હોડી અને માછીમાર લાપતા થયાના સમાચાર મળે છે જે જળતત્વના અસંતુલનના કારણે છે. હજુ 4 ડિસેમ્બરે જળતત્વની રાશિ વૃશ્ચિકમાં જ ગ્રહણ થઇ રહ્યું છે જે જળતત્વને લગતી આપદાઓ લાવનારા બને છે માટે આગામી સમયમાં એ બાબતે સાવચેત રહેવું જરૂરી છે. આ વખતે ગ્રહણમાં એક સાથે ઘણા ગ્રહો અસરમાં આવી રહ્યા છે જે ગ્રહણની અસરને વ્યાપક બનાવે છે તથા તમામ ક્ષેત્રમાં કોઈ ને કોઈ રીતે તેના પડઘા પડતા જોવા મળે. રાહુ અને કેતુ સદા વક્ર ગતિથી ચાલનાર ગ્રહ છે તથા તે આપણા જન્મોજન્મના કર્મને જોડતી કડી છે માટે રાહુ અને કેતુને સૌથી વધુ કાર્મિક ગ્રહો કહેવામાં આવે છે. રાહુ અને કેતુ સાથે જે ગ્રહો જોડાય તે અંગે આપણે કર્મ ચૂકવવાના હોય છે તેમ કહી શકાય. રાહુ કેતુ સાથે ચંદ્ર જોડાય તો માતાનું ણ જોવા મળે છે સૂર્ય જોડાય તો પિતાનું ણ જયારે મંગળ ભાઈ ભાંડુનું ણ દર્શાવે છે. બુધ પુત્રનું ણ તો ગુરુ એ ગુરુ અને વડીલોનું ણ શુક્ર સ્ત્રીનું ણ અને શનિ એ કુટુંબના વડીલોનું ણ દર્શાવે છે અને તેથી જ શનિ રાહુ સાથે આવી શ્રાપિત યોગ કરે ત્યારે તેમાં પિતૃ ણ પણ જોવાય છે. આપણા જન્મોજન્મના હિસાબકિતાબમાં ણાનુબંધન મહત્વનો ભાગ ભજવે છે અને તે માટે રાહુ-કેતુ ક્યાં સ્થાનમાં કઈ રાશિમાં ક્યાં તત્વમાં અને કોઈ સાથે અને કોની દ્રષ્ટિમાં બેઠા છે તે જોવું જરૂરી બને છે.