સોમનાથ, દિવ, સાસણ, જુનાગઢ, પાલીતાણા અને પોરબંદરમાં ભારત ગોૈરવ ટ્રેન ચલાવાશે

અમરેલી,ભારતમાં પ્ર્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત ગોૈરવ ટ્રેન ચલાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયીકો તેમજ અન્ય રસ ધરાવતા સેવા પ્રદાતાઓ આ ટ્રેનને સરળ પ્રકિયા અપનાવીને બુક કરી શકે છે.જરૂરીયાત મુજબ તેઓ ઓપરેટીંગ રૂટ નકકી કરી શકે છે ભાવનગર ડીવીજનના સીનીયર ડીવીઝનલ કોર્મેશીયલ મેનેજર માસુક અહેમદ દ્રારા બહાર પાડેલી યાદી મુજબ ભાવનગર ડીવીજન હેઠળના પર્યટનસ્થળો જેવા કે સોમનાથ, દીવ, સાસણગીર, પાલીતાણા, પોરબંદર, જુનાગઢને ભારત ગોૈરવ ટ્રેન દ્રારા દેશના અન્ય ભાગો સાથે જોડાઇને ચલાવી શકાય છે પ્રોત્સાહન આપવા રેલ્વે દ્રારા ગોૈરવ ટ્રેનો ચલાવવા નિર્ણય લેવાયો છે.આ માટે કોઇપણ ટુર ઓપરેટર ભારત ગોૈરવ ટ્રેનને લીજ પર લઇ શકશે અને ભાડુ જાતી નકકી કરી શકશે આ ટ્રેનમાં બ્રેક વાન સહિત 14 થી 20 કોચ બે વર્ષના સમયગાળા માટે બુક કરાવી શકાય છે.