રાજુલા પંથકમાં બાગાયત – ખેતીને ભારે નુકસાન

રાજુલા,હવામાન વિભાગ દ્વારા 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી બાદ ખેડૂતો અને માછીમારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું છે જ્યારે ગઈ કાલે સતત કમોસમી વરસાદ વરસ્યો અને પવનની સ્પીડ વધવાના કારણે ખેતીપાકોને ખૂબ નુકસાન ગયું છે અહીં બાગાયતી ખેતી કેળ, આંબા,લીબુ સહિત વિવિધ ફળદ્રુપ ખેતી, આ ઉપરાંત કપાસ,ચણા, સોયાબીન, લચણ, ઘઉં,સહિત શિયાળો પાકમાં પણ આટલું જ નુકસાન છે જ્યારે આ પ્રકારના નુકસાનથી ધરતી પુત્રો ઉપર આફ ફાટ્યું હોય તેવી હાલત સર્જાય છે જ્યારે આખી સૌવથી વધુ રાત્રીના પવનની ગતિ વધતા ઉભો થયેલો પાક ધરાશય થયો છે જેના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મુકાય ગયા છે .