આજનું રાશિફળ

  • જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
  • તા ૨૫.૧૨.૨૦૨૧ શનિવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ છઠ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, પ્રીતિ  યોગ  , ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

કોઈ હાથ ભી ના મિલાયેગા જો ગલે મિલોગે તપાક સે,  યે નયે મિઝાઝકા શહર હૈ જરા ફાસલે સે મિલા કરો

અગાઉ લખ્યા મુજબ કાનપુરમાં જીએસટી ટીમને એક જગ્યાએ તપાસમાં ૧૫૦ કરોડ નકદ મળ્યા છે અને આ પ્રકારના અનેક કિસ્સા હાલ સામે આવી રહ્યા છે જે હું અત્રે જણાવી ચુક્યો છું તો ગોચરમાં ચંદ્ર મહારાજ એકલા જ રાહુ-કેતુ ધરીની એક તરફથી પસાર થઇ રહ્યા છે જે મનને અનેક તર્ક-વિતર્ક થી પરેશાન કરે છે. ચંદ્ર એ મન છે ચંદ્ર મહારાજ જયારે એકલા પડે અને આજુબાજુના સ્થાનોમાં  કોઈ ગ્રહ ના હોય અને ત્યારબાદ ક્રૂર ગ્રહો આવતા હોય તો કેમદ્રુમ યોગની રચના થાય છે જે હાલમાં ગોચર માં બની રહી છે, જો કે ચંદ્રમા ગુરુ મહારાજની દ્રષ્ટિમાં હોવાથી તેનો ભંગ થાય છે અને આ યોગનું સંપૂર્ણ પરિણામ મળતું નથી. બીજી તરફ અગાઉ લખ્યા મુજબ પૃથ્વી તત્વમાં રાહુ મહારાજ નવા નવા વિકલ્પો આપતા જાય છે અને મંગળ યાત્રાનું સ્વપ્ન આગામી વર્ષોમાં સાકાર થવા જઈ રહ્યું છે તો બીજી તરફ મેટાવર્સ દ્વારા ઘરે બેઠા બેઠા જ આપણે એક વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશ કરી શકીશું જ્યાં આપણે મિત્રોને મળી શકીશું, બિઝનેસ કરી શકીશું, કોઈ હોલ માં થઇ શકે તેવા કાર્યક્રમ કે સમગ્ર વિશ્વની સામે આપણે ઉભા હોઈએ તેવો આભાસ બનાવી શકીશું. નવી ટેક્નોલોજીથી આ બધું હવે બહુ જલ્દી સંભવ થવા જઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વ એક બીજા આભાસી વિશ્વ સાથે હાથ મિલાવતું જોવા મળશે. પરંતુ માણસ માણસ સાથે હાથ મિલાવવાનું ભૂલી જશે. કવિ બશીર બદ્રએ કહ્યું છે તેમ આપણે હવે અંતર રાખી મળતા શીખી રહ્યા છીએ. “કોઈ હાથ ભી ના મિલાયેગા જો ગલે મિલોગે તપાક સે, યે નયે મિઝાઝકા શહર હૈ જરા ફાસલે સે મિલા કરો”